Uncategorized

સાવરકુંડલા ટાઉન પોલીસ ની પ્રશંસનીય કામગીરી ગણતરીની કલાકોમાં માજ સાવરકુંડલા ઍસ ટી બસ સ્ટેન્ડ પરથી એકલો મળેલ બાળક ને

સાવરકુંડલા ટાઉન પોલીસ ની પ્રશંસનીય કામગીરી

ગણતરીની કલાકોમાં માજ સાવરકુંડલા ઍસ ટી બસ સ્ટેન્ડ પરથી એકલો મળેલ બાળક ને પોતાના વાલી સાથે મિલન કરાવતી સાવરકુંડલા પોલીસ

ગઈ કાલે સાવરકુંડલા ના એસ ટી બસ સ્ટેન્ડ પરથી પોતાના પરીવાર થી અલગ થઇ ગયેલ બાળક ની સાવરકુંડલા પોલીસ ને જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસ ના જાંબાઝ ઇન્સ્પેક્ટર સિટી પી આઇ રાકેશ આર વસાવા સાહેબ તેમજ પી એસ આઈ : જે. પી. ગઢવી. સાહેબ તેમજ લેડી પી એસ આઈ એચ. એચ. સેગાલિયા અને સમગ્ર સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બાળક ને સાવરકુંડલા પોલીસ મથકે રાખી બાળક ના વાલી ની સોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ બાળક નું નામ હેમાંશું જાણ થતાં અને બાળક ના વાલી ગારિયાધાર ના રહેવાસી મેહુલભાઈ વિનયભાઈ રાજ્યગુરુ નો સંપર્ક કરી બાળક નુ પોતાનાં પરીવાર નો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું ત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ ની કામગીરી અને માનવતા જોઈ બાળક ના વાલી એ આભાર વ્યક્ત કરી સમગ્ર સાવરકુંડલા પોલીસ ને સાવરકુંડલા ના લોકો દ્વારા પણ સુભકામનાઓ પાઠવવામાં આવી હતી

રિપોર્ટર: અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20201226-WA0021-1.jpg IMG-20201226-WA0020-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *