સાવરકુંડલા શહેર ના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડા થી રહીશો ત્રાહિમામ.- અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં.
સાવરકુંડલા શહેર માં મહુવા રોડ ખાતે આવેલ કાપડિયા સોસાયટી ખાતે ગંદકી અને ઉકરડાં થી આસપાસ ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તથા આ ગંદકી અને ઉકરડા ના હિસાબે અત્યંત દુર્ગંધ તથા દિનપ્રતિદિન મચ્છરો નો ઉપદ્રવ પણ વધતો જતો હોવાથી લોકો ને પોતાના ઘર માં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાં વાયરસ ની ગંભીર બીમારી થી લડી રહ્યું છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો ની બેદરકારી ના હિસાબે કાપડિયા સોસાયટી ના રહીશો ભોગવી રહ્યા છે તથા રોગચાળા ની ભીતિ સતાવી રહી છે.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ)




