સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે નવા બની રહેલા સી.સી.રોડ ના અત્યંત નબળા બનતા.- નગરપાલિકા ના પૂર્વપ્રમુખ અને જાગ્રુત સદસ્ય દોડી ગયા.- માત્ર બે ઈંચ નો રોડ બનતો હોવાથી રોડ નું કામ અટકાવ્યું.
સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર ની ગ્રાન્ટ માંથી પાલિકા ના કોંગ્રેસી સદસ્યો ની મીલી ભગત થી શહેર ના જેસર રોડ ખાતે આવેલ નંદીગ્રામ સોસાયટી માં નવા બની રહેલા સી.સી. રોડ માં મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર કરી ટેન્ડર પ્રક્રિયા ના નિયમો ને નેવે મૂકી માત્ર ૨ બે ઈંચ નો સી.સી. રોડ બનાવી લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવા સોસાયટી ના રહીશો દ્વારા અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ તથા પાલિકા ના જાગૃત સદસ્ય અને શહેર ભાજપ ના મહામંત્રી જયસુખભાઈ નાકરાણી ને બોલાવી રોડ નું કામ ટેન્ડર પ્રક્રિયા મુજબ કરાવવાનું ચાલુ કરાવ્યું હતું તથા બે ઈંચ નો અડધો બનાવેલો સી.સી. રોડ ટેન્ડર પ્રક્રિયા મુજબ બંને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે તેવી પાલિકા ના ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી હતી.
થોડા સમય માં નગરપાલિકા ની ચૂંટણી જાહેર થવાની હોવાથી આચારસહીંતા લાગુ પડવાથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા ના સદસ્યો દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં અત્યંત નબળા અને લોટ પાણી ને લાકડા મુજબ ના કામો કરવામાં આવી રહ્યા છે.
( ફોટો ઈ મેલ દ્વારા )
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી




