હાથના કર્યા હૈયે વાગ્યા.
રાજ્યમાં પેટ્રોલ ડીઝલના કમ્મર તોડ સામે બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરી પ્રતિક્રિયા આપી રોષ વ્યકત કર્યો
/—-/////////—////–//—/////////
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકોનું જીવન દોહ્યલું બન્યું છે ત્યારે એવા સમયે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન પ્રજાની માથે મોંઘવારીનો હથોડો મારી રહ્યા હોવાનું રોષ પૂર્વક લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું
રાજ્યમાં મધરાતથી પેટ્રોલ અને ડિઝલમાં કમ્મર ટોડ ભાવ વધારો થતાં વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક નિવેદનમાં પોતાનો આકરો રોષ ઠાલવતા પ્રજાને જણાવ્યું હતું કે હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે તેવો ટોણો મારી કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરી પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસ ની સામે કોઈ નક્કર કામગીરી નહિ કરનાર દેસના વડાપ્રધાન થાળી અને તાળી પડાવી હતી ત્યારે હવે દેશની જનતા ને મોંઘવારીમાથી રાહત મળે તેવું મનોરંજન પૂરું પાડવું જોઈએ તેવું કહી કટાક્ષ કર્યો હતો
હાલ દેશમાં લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર મંદ પડયા છે મોટાભાગનાના વ્યવસાયમાં શ્રમિકો આવ્યા નહિ હોવાથી કોઈ કામગીરી થતી નથી હજુ તો થોડો સમય થયો છે કે લોકોને પોતાનો વ્યવસાય પાટે ચડાવવામાં ત્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારો કરી પ્રજાની માથે મોંઘવારીનો હથોડો માર્યો છે
પ્રજા બિચારી કરે તો પણ શું કરે મૂંગા મોઢે ભાવ વધારો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકારનું જાહેરમાં અભિવાદ પણ કરવું જોઈએ તેવું અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું
ન્યૂઝ રાજુ કારિયા વડિયા


