હાલ આખા રાજ્ય મા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાઈવેટ શાળાઓ મા બાળકો ને મફત શિક્ષણ મળે છે. સુરેન્દ્રનગર મા ઘણાબધા વિચરતી અને વિમુક્ત જાતિઓ ના બાળકો ના ફોર્મ ભરેલ છે. પરંતુ તેમની પાસે વિચરતી અને વિમુક્ત જાતિ પ્રમાણપત્ર અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમ બે પ્રકાર ના પ્રમાણપત્ર માંગે છે. હાલ સરકાર તરફથી વિચરતી અને વિમુ્કત જાતિઓ ના પરિવારો ને વિચરતી જાતિ પ્રમાણપત્ર જ મળે છે. વળી RTE મા વિચરતી અને વિમુક્ત જાતિઓ ને પ્રાયોરીટી આપવામા આવે છે. તો આવા પરિવારો પાસે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને વિચરતી અને વિમુક્ત જાતિઓ એમ બે પ્રકારના પ્રમાણપત્ર માંગે તો સમય અને નાણા નો વ્યય થાય છે તેથી વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે. વ્યાસ, સુરેશભાઈ વણઝારા, મનીષ વણઝારા, મુકેશ બજાણિયા વગેરે એ યોગ્ય કાર્યવાહી કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ને રજુઆત કરી હતી.
