હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા
મહિલા એ.એસ.આઈ. જયાબેન અને ડ્રાઈવર ગોપાલભાઈ રામને 20,000 નું પાકીટ મળતા પ્રજ્ઞાબેનને બોલાવી ને આપ્યું
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. મનસુખભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ કળવા ચોક ખાતે *શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરાવવાના બંદોબસ્તમાં* હતા ત્યારે શાકભાજીની લારી મા શાકભાજી વહેંચતા વ્યક્તિએ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ. જયાબેન કાળાભાઈ તથા ડ્રાઈવર ગોપાલભાઈ રામને આવીને પોતાને એક પાકીટ મળ્યું હોવાનું જણાવી, પાકીટ ખોલી જોતા તેમાં આશરે 20,000 રૂપિયા, તિજોરીની ચાવી તથા કાર્ડ હોઈ, માલિકના નમ્બર આધારે તપાસ કરતા, આ પર્સ પ્રજ્ઞાબેન નરેન્દ્રભાઈ પંડયાનું હોઈ, તેને બોલાવી, સોંપવામાં આવેલ હતું. આમ, *શાકભાજીના લારીવાળા તથા જૂનાગઢ પોલીસની મદદથી કાળવા ચોક શાક માર્કેટમાં શાકભાજી લેવા આવેલ મહિલાનું પર્સ પરત સોંપવામાં આવતા, મહિલાએ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો……_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા પણ શાકભાજીની લારીમાં શાકભાજી વહેંચતા તથા પોલીસ જવાનો કે જેની મદદથી મહિલાનું ખોવાયેલું પર્સ પરત મળેલ હોઈ અભિનંદન આપવામાં આવેલ હતા. ત્યારે *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* જૂનાગઢ પોલીસએ નિભાવ્યું હતું
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ