Uncategorized

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે*

*૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે*

*કોરોનાને હરાવવા YOGA AT HOME, YOGA WITH FAMILY ના કન્સેપ્ટથી યોગ કરવા અનુરોધ*

અમરેલી, તા: ૨૦ જુન ૨૦૨૦

સમગ્ર જિલ્લામા ૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે એકત્રીત થયા વગરયોગ દિવસ ઉજવવાનું આયોજન છે. જે અન્વયે “YOGA AT HOME”, “ YOGA WITH FAMILY”, નો કન્સેપ્ટ અપનાવવામા આવ્યો છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાની સમગ્ર જન સમુદાયને પરિવાર સાથે તેમના ઘરેથી સવારે ૦૭:૦૦ કલાકે ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે.

ઘરેથી યોગમા ભાગ લેવા વિસ્તૃત ગાઇડલાઇન બ્લોગ એડ્રેસ http://dsoamreli.blogspot.com પર અને https://yoga.ayush.gov.in/yoga રાખવામા આવેલ છે. વડાપ્રધાનશ્રી દ્વારા તા.૩૧-૦૫-૨૦૨૦ ના રોજ “મન કી બાત” કાર્યક્રમમા જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય પર વિડીયો બ્લોગિંગ કોન્ટેસ્ટ જાહેર કરી તેમા દરેકને ભાગ લેવા જણાવેલ છે, જે અંતર્ગત ભાગ લેનારે ત્રણ મિનિટના સમયગાળાનો ૦૩ યોગિક ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી સોશિયલ મીડીયા (ફેસબુક, ટ્વીટર, ઇનસ્ટાગ્રામ) મા #My Life my Yoga INDIA સાથે અપલોડ કરવા અપીલ કરવામા આવેલ છે. આ મુજબ કોન્ટેસ્ટ અંગેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઇટ https://yoga.ayush.gov.in/yoga તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform (૨) http://mylifemyyoga.2020.com પર પણ કરી શકાશે.

ગુજરાત સરકાર દ્વારા પણ તા.૧૪/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી “ યોગ કરીશુ કોરોનાને હરાવીશુ” #DoYogaBeatCorona હેશટેગ સાથે રાજ્યકક્ષા યોગ સપ્તાહ કેમ્પેન શરુ કરેલ છે. જે અંતર્ગત ૧૯,૨૦ જુનના રોજ તમારા મનગમતા આસન સાથે તમારો ફોટો સોશિયલ મીડીયા પર ‘#DoYogaBeatCorona’ સાથે પોસ્ટ કરીને આ કેમ્પેનમા જોડાવવા આહવાન કરેલ છે.

તા.૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગ રૂપે સવારના ૦૭:૦૦ કલાકથી ટેલીવિજન તેમજ સોશિયલ મીડીયા પર કોમન યોગા પ્રોટોકોલ (CYP)મુજબનુ યોગ સેશન યોજાશે. આ ઉપરાંત યુ ટ્યુબ વિડીયો લિંક htpps:/www.youtube.com/watch?v=0Bsb01Xacfc પર પણ ગુજરાતી ભાષામા આ સેશન આપવામા આવેલ છે. જે મુજબ અમરેલી જિલ્લાની તમામ જનતાને વિશ્વ યોગ દિનની ઉજવણીમા ભાગ લેવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *