મુંબઈ
અભિનેત્રી દિવ્યા દત્તા એ કહ્યું કે, મને એ કહેવામાં જરાય શરમ નથી લાગતી કે આજે પણ ફિલ્મની રિલીઝ થવાના દિવસે મને બીક લાગે છે. પણ મને મારા આ ડર પર ગર્વ છે. હું એવા નિર્દેશકો સાથે કામ નથી કરતી જે મને જજ કરે. હું એવા લોકો સાથે કામ કરવાનું પસંદ કરુ છું જે મને અગાઉ કરતાં અલગ રીતે જાેઇ શકતાં હોય. દિવ્યા કંગના સાથે ફિલ્મ ધાકડમાં ખાસ ભુમિકાં જાેવા મળશે. અભિનેત્રી દિવ્યા દત્તા પોતાના જબરદસ્ત અભિનયને કારણે જાણીતી છે. તેને તેના આ કામ માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુકયો છે તેમજ બીજા અનેક એવોર્ડથી પણ તેનું સન્માન થયું છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે મારા કોઇપણ પ્રોજેકટના પહેલા દિવસે અને ફિલ્મ રિલીઝ થવાના દિવસે હું ગભરાઇ જાવ છું. જાે કે હું એવા નિર્દેશકો સાથે કામ નથી કરતી જે સેટ પર કંઇ પણ કરવા કહે છે. કોઇપણ એકટર માટે ફિલ્મની રિલીઝનો દિવસ પરિક્ષાના પરિણામ જેવો હોય છે. તમે કોઇપણ ચીજ પર મહેનત કરી હોય તો તેના પરિણામની રાહ હોય જ છે.
