Entertainment

પ્રો-કબડ્ડી લીગની ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ

બેંગ્લોર
પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ની આઠમી સિઝનનું આયોજન બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવી રહ્યું છે. આઠમી સિઝનનો બેંગ્લોર ખાતે ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ થશે અને આ વખતે કોરોનાઔવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પીકેએલના આયોજકોએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ તથા લીગ સાથે સંકળાયેલા હિતધારકોના હેલ્થને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રેક્ષકો વિના ટૂર્નામેન્ટને યોજવાનો ર્નિણય લેવાયો છે. કોરોનાના કારણે ૨૦૨૦ના વર્ષમાં લીગનું આયોજન થઈ શક્યું નહોતું. પીકેએલની આયોજન સમિતિએ જણાવ્યું હતું કે, લીગનું આયોજન સમર્થકો વિના એક જ સ્થળે કરવામાં આવશે જે છેલ્લી સિઝનની પરંપરાથી અલગ રહેશે. પીકેએલનો પુનઃપ્રારંભ ભારતમાં ઇનડોર રમતો તથા વિવિધ લીગને ફરીથી શરૃ કરવા માટેની મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. નોંધનીય છે કે આયોજકોએ યજમાન તરીકે અમદાવાદ તથા જયપુરના નામ ઉપર પણ વિચારણા કરી હતી પરંતુ આખરે બેંગ્લોરને યજમાન સોંપવામાં આવી છે. લીગ માટે સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખીને બાયો-બબલ સિક્યોર વાતવરણ તૈયાર કરવામાં આવશે. પીકેએલમાં ૧૨ ટીમો ભાગ લેશે અને ખેલાડીઓની હરાજી ઓગસ્ટમાં કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *