મુંબઈ
અભિનેત્રી પ્રણતિ રાય પ્રકાશને લોકડાઉનમાં એમેએકસ પ્લેયર પર આવેલી વેબ સિરીઝ મનફોડગંજ કી બિન્નીને કારણે મોટી ઓળખ મળી હતી. પ્રણતિએ ફેમિલી ઓફ ઠાકુરગંજ, લવ આજ કલ સહિતની જાેવા લાયક ફિલ્મો પણ કરી છે. તાજેતરમાં પ્રણતિએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના આ દિવસની ઉજવણી અલગ જ રીતે કરી હતી. પ્રણતિએ અનાથ બાળકોને કપડાનું દાન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે મારા જન્મદિવસના દિવસે મારી પાસે આપવા માટે થોડુ છે તો હું આભારી છું. દરેક વર્ષે હું મારા જન્મદિવસે કંઇક ખાસ કરતી હોઉ છું. આ વખતે જરૂરીયાતમંદ છોકરીઓને કપડા આપીને તેના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રણતિ હમેંશા બીજા લોકોની ખુશી અને કલ્યાણ થાય એવું વિચારતી રહે છે. તે આગામી વેબ ફિલ્મ પેન્ટહાઉસની તૈયારીમાં લાગી છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ છે. નેટફિલકસ માટે અબ્બાસ-મસ્તાન આ ફિલ્મ બનાવી રહ્યા છે.