Bihar

વિક્રમકુમાર પોલીસ વિભાગની આંખમાં ધૂળ નાંખી નકલી એસઆઈ બની ફરજ બજાવતો હતો

બિહાર
બેગુસરાય જિલ્લાના લખનપુરનો વતની રામચંદ્ર સહનો પુત્ર વિક્રમ કુમાર પોલીસ વિભાગની આંખમાં ધૂળ નાંખીને માનસી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી બનીને ફરજ બજાવી રહ્યો હતો. આ નકલી પોલીસ કર્મચારી વિક્રમ કુમાર જીડ્ર્ઢઁં અને અન્ય પોલીસ અધિકારીઓની સાથે ઘણી જગ્યા પર રેડ કરવા માટે પણ ગયો હતો. વિક્રમ કુમાર પોલીસ ન હોવા છતાં પણ માનસી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે રેગ્યુલર ફરજ બજાવી રહ્યો હતો. પણ જયારે તેનો ભાંડો ફૂટ્યો ત્યારે તે ગાયબ થઇ ગયો. આ ઘટના પછી જીડ્ર્ઢઁં સુમિત કુમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.માનસી પોલીસ સ્ટેશનના અધિકારીની મિલીભગતના કારણે નકલી પોલીસકર્મી વિક્રમ કુમારનો ભાંડો ઇ્‌ૈં એક્ટીવિસ્ટ મનોજ કુમાર મિશ્રા દ્વારા ફોડવામાં આવ્યો છે. આ બાબતે તેમને પહેલા જીઁ અને મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માગણી કરી છે. આ ઘટના સામે જાેડાયેલી એક ઓડિયો ક્લીપ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છઘણી વખત તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે કોઈ વ્યક્તિએ નકલી પોલીસ બનીને વસ્તુઓ ફ્રીમાં મેળવવાનું અને લોકો પર રોફ ઝાડવાનું કારસ્તાન કર્યું હોય. પણ આજે એવા કિસ્સાની વાત કરવી છે કે જેમાં એક વ્યક્તિ નકલી પોલીસ બનીને દોઢ મહિના સુધી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો રહ્યો અને કોઈને આ વાતનો ખ્યાલ પણ ન આવ્યો કે તે નકલી પોલીસ છે. આ ઘટના બિહારની છે. બિહારના ખગડિયા જિલ્લાના માનસી પોલીસ સ્ટેશનના દોઢ મહિના સુધી ફરજ બજાવનાર નકલી પોલીસકર્મીની ધરપકડ સોમવારના રોજ કરવામાં આવી છે. ત્યારબાદ આ નકલી પોલીસકર્મી સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને જીઁ અમિતેશ કુમારે આ બાબતે માનસી પોલીસ સ્ટેશનના અધિકારી દિપક કુમાર પર પણ વિભાગીય કાર્યવાહી કરવાની વાત કરી છે. નકલી પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પકડાવાની વાતને લઇને જિલ્લા પોલીસમાં હડકંપ મચી ગયો છે. કોઈ પણ પોલીસ અધિકારીઓ આ બાબતે વાતચીત કરવામાં પાછળ હટી રહ્યા છે. આ ઘટનાની તપાસ કરી રહેલા જીડ્ર્ઢઁંનો રિપોર્ટ આવતાની સાથે જ માનસી પોલીસ સ્ટેશનમાં નકલી જીૈં બનીને ફરજ બજાવતા વિક્રમ કુમારની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસની ટીમ દ્વારા બે દિવસથી વિક્રમને માનસી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. અ બાબતે જીઁ અમિતેશ કુમાર દ્વારા માનસી પોલીસ સ્ટેશનના અધિકારી પર પણ પોલીસ પર કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ ઘટનાના વિક્રમ કુમાર સામે ગુનો દાખલ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *