Chhattisgarh

છત્તીસગઢના ૫૦ લાખના ઈનામી નક્સલી અક્કી રાજુનુ મોત નીપજ્ય

, રાયપુર
છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાય મોટા નક્સલી નેતાઓના મોત થયા છે. તાજેતરમાં જ ૧૫ લાખના ઈનામી નક્સલીએ પણ બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધો હતો. કોરોનાથી પણ કેટલાક નક્સલી નેતાઓના જીવ ગયા છે. ૧૦ જૂને નક્સલી કટ્ટી મોહન રાવ ઉર્ફે દામૂ દાદા, ૨૧ જૂને નક્સલીઓના સેન્ટ્રલ કમિટી સમિતિ અને ૪૦ લાખ રૂપિયાના ઈનામી હરિભૂષણ અને ૨૨ જૂને મહિલા નક્સલી ભારતક્કાનુ મોત નીપજ્યુ હતુ. છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓને મોટો ઝટકો લાગ્યો છે. નક્સલીઓના સેન્ટ્રલ કમિટી સદસ્ય અક્કી રાજુનુ મોત નીપજ્યુ છે. અક્કી રાજુ પર પચાસ લાખ રૂપિયાનુ ઈનામ જાહેર હતુ. અક્કીના મોતની પુષ્ટિ બસ્તર આઈજી સુંદરરાજ પી એ કરી છે. તે છેલ્લા કેટલાય દિવસથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. હાલ પોલીસ પણ અક્કીના મોત વિશે જાણકારી એકઠી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર દક્ષિણ બસ્તર એટલે કે દંતેવાડા, બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલી નેતા અક્કી રાજુનુ નિધન થયુ છે. અક્કી સિવાય નક્સલીઓના વધુ બે મોટા નેતાઓના પણ મોત થવાના સમાચાર છે. જાેકે, હજુ આમના નામ અને મોતનુ કારણ જાણવા મળ્યુ નથી.

Akki-Raju-Death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *