Chhattisgarh

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાર્યક્રમમાં જતી બસ ખાઈમાં પડી

છત્તીસગઢ
છત્તીસગઢના મનપાટામાં ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની બસ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાર્યક્રમમાં જઇ રહી હતી. આ બસમાં ૩૮ જેટલા ટ્રેનિંગ લઈ રહેલા પોલીસના જવાનો સવાર હતા. આ બસ મેનપાટા પોલીસ ટ્રેનિંગ સ્કૂલથી મૂંગેલી તરફ જઈ રહી હતી. જ્યારે આ બસ અમગાંવ પાસે પહોંચી તે સમયે રસ્તા પર આવતા વળાંકમાં ડ્રાઇવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. બસ પલટી મારીને ખીણમાં જઈ રહી હતી. તે સમયે રસ્તા કિનારે આવેલા એક વૃક્ષ સાથે બસ અથડાતા બસ વૃક્ષનાં ટેકે અટકી ગઈ હતી અને આ ઘટનામાં એક વૃક્ષના કારણે આ પોલીસ જવાનોનો જીવ બચ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના ગામલોકો અને રાહદારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ૧૨ જેટલા જવાનો ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી ૪ જવાનોને વધુ ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેમને સારવાર માટે અંબિકાપુરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસચાલક મુંગેલીલાલનું કહેવું છે કે, બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી અને તેના કારણે તેને બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તો બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, બસ ખૂબ જ સ્પીડમાં હતી. આ જ કારણે વળાંક આવતા બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જાેકે આ ઘટનામાં બસના ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની ઈજા થવા પામી નથી. આ ઘટનાને લઇ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.દેશમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. વારંવાર જીવલેણ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢના મેનપટામાં સામે આવી હતી. જ્યાં ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનોની બસ એકાએક રસ્તા પરથી પલટી ખાઇને ૧૫ ફૂટ ઊંડી ખાઇમાં પડી હતી. આ ઘટનામાં એક વૃક્ષના કારણે ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનોનો જીવ બચ્યો હતો. આ ઘટનામાં ૧૨ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી ૪ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *