Delhi

અયોધ્યા-કાશીમાં ભવ્ય મંદિર નિર્માણ શરૂ, હવે મથુરાની તૈયારી ઃ કેશવપ્રસાદ

ન્યુદિલ્હી
મથુરામાં હિંદુ સંગઠનો દ્વારા છ ડિસેમ્બરે શાહી ઇદગાહ મસ્જિદમાં લડ્ડુ ગોપાળનો જળાભિષેક કરવાનું એલાન કરવાથી વાતાવરણ વધારે ગરમ થઈ ગયું છે. પોલીસ અને વહીવટીતંત્રએ દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી ઝડપી કરી દીધી છે. તેમણે બંને ધાર્મિક સ્થળ તરફ જતા બધા રસ્તાઓની અભેદ કિલ્લેબંધી કરવાનું આયોજન કર્યુ છે. આ બાજુ હિંદુ સંગઠનો પણ સક્રિય થઈ ગયા છે. યમુના વિશ્રામ ઘાટથી શ્રીકૃષ્ણ જન્મસ્થળ સુધી સંકલ્પ યાત્રા નીકાળવાનું એલાન કરનારી નારાયણી સેનાના ઉત્તરપ્રદેશના કારોબારી સભ્ય ઋષિ ઉપાધ્યાયને પણ પોલીસે મંગળવારે પકડીને જેલભેગા કરી દીધા. નારાયણી સેનાના ત્રણ લોકોને પોલીસ પહેલા જ જેલમાં મોકલી ચૂકી છે. અખિલ ભારતીય મહાસભાના જિલ્લાધ્યક્ષ છાયા ગૌતમે વિડીયો જારી કરી જણાવ્યું હતું કે મહાસભાએ છ ડિસેમ્બરે એક કાર્યક્રમ કરવાની મંજૂરી માંગી હતી, જે વહીવટીતંત્રએ આપી નથી. લોકો પોતાના ઘરે રહે અને છ ડિસેમ્બરે બપોરે બાર વાગે જળાભિષેક કરે.ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યના એક રાજકીય ટ્‌વીટે હલચલ મચાવી દીધી છે. તેમણે બુધવારે જણાવ્યું હતું કે અયોધ્યા અને કાશી ખાતે ભવ્ય મંદિર નિર્માણ જારી છે અને હવે મથુરાની તૈયારી છે. કેશવ પ્રસાદ મૌર્યના આ નિવેદનથથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે ભાજપ ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં વિકાસની સાથે-સાથે હિંદુત્વના મુદ્દાને પણ ચગાવશે. મથુરામાં હિંદુ સંગઠનો દ્વારા શાહી ઇદગાહ મસ્જિદમાં છ ડિસેમ્બરે લડુ ગોપાળના જળાભિષેકના એલાનથી ગરમી ઉલ્લેખનીય છે કે અયોધ્યા, કાશી અને મથુરા પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એજન્ડામાં રહ્યા છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના વિવાદ પર સુપ્રીમ કોર્ટના ર્નિણય પછી રામમંદિરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. હવે મથુરા જન્મભૂમિ પ્રકરણ જાેર પકડી રહ્યું છે. વીતેલા દિવસમાં મથુરા અને વૃંદાવનને સીએમ યોગી આદિત્યનાથે તીર્થસ્થળ જાહેર કર્યા હતા. પ્રદેશ સરકારે મથુરા અને વૃંદાવન નગર નિગમના ૨૨ વોર્ડને પવિત્ર તીર્થસ્થળ જાહેર કરતાં ત્યાં માસ મદિરાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

keshav-prasad-morya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *