સંયુક્ત રાષ્ટ્ર
મહાત્મા ગાંધીનો જન્મદિન અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે તે માત્ર યોગનુયોગ જ નથી કારણ કે, ગાંધી માટે અહિંસા, શાંતિમય વિરોધ માનવમાત્ર વચ્ચેની સમાનતા અને માનવ ગૌરવ બહુમૂલ્ય હતાં તે શબ્દો કરતા પણ વધુ હતા આ મૂલ્યો માનવતા માટેના માર્ગદર્શક દીપક સમાન છે અને ઉજ્જવળ ભવિષ્યના દ્યોતક છે. તેમ પણ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીએ જણાવ્યું હતું. મહાત્માજીનો જન્મદિન તા. ૨જી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે તે સર્વવિદિત છે.મહાત્મા ગાંધીના શાંતિના સંદેશા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા આંતરરાષ્ટ્રીય સમાજને કહેતા સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી એન્ટોલિયો ગટ્રેસે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં લડી રહેલા સર્વેએ પોતાના શસ્ત્રો મૂકી દેવા જાેઈએ અને માનવજાતના સમાન શત્રુ કોવિડને પરાજિત કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવું જાેઈએ.