ન્યુદિલ્હી
કાયદાનું શાસન ન હોવાથી દેશ તે ઊંચાઈ પર ન પહોંચી શક્યો જ્યાં અમારે પહોંચવાનું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ નિયમોનુસાર ન ચાલે ત્યાં સુધી તે પ્રગતિ કરી શકતો નથી. મોટાભાગના વિકાસશીલ દેશોમાં આ સમસ્યા છે. પાકિસ્તાનમાં ગરીબો માટે અલગ કાયદા છે અને સંપત્તિવાનો માટે અલગ કાયદા છે. ગુનો કરનારાની ગુણવત્તાના આધારે કાયદો કામ કરે છે. જાે તમે ધનવાન છો તો ટોચના સ્થાન પર બેસી શકશો અને ગરીબ હશો તો આજીવન સંઘર્ષ કરતાં રહેશો. તેમણે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનને કલ્યાણકારી ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે જેવી કલ્પના મદીનાને લઈને મોહમ્મદ પયગંબરે કરી હતી. તેમની સરકાર બે સિદ્ધાંતો પર ચાલીને દેશને આગળ લઈ જવા માંગે છે. તેમા એક સિદ્ધાંત પાકિસ્તાનને કલ્યાણકારી દેશ બનાવવાનો છે અને બીજાે સિદ્ધાંત કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે. ઇમરાને આ ઉપરાંત જણાવ્યું હતું કે મોટાભાગના મુસ્લિમ દેશોના શાસક પોતાના પરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. તેઓ સમાધાન કરી સત્તામાં આવે છે અને પછી સત્તા પર રહેવા માટે સમાધાન કરે છે. તે પોતાના વ્યક્તિગત ફાયદા માટે કામ કરે છે. તેથી પ્રજાના હિતો કોરાણે રહી જાય છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને માન્યું છે કે સંસાધનો પર ખાસ લોકોના કબ્જાે છે અને દેશમાં કાયદાના શાસનનો અભાવ દેશના પછાતપણા પાછળનું મુખ્ય કારણ છે. ઇમરાન ખાને આ વાત અમેરિકાના મુસ્લિમ વિદ્વાન શેખ હમજા યુસુફ સાથે ઓનલાઇન ઇન્ટરવ્યુમાં જણાવી હતી. શેખ કેલિફોર્નિયામાં જેતુના કોલેજમાં પ્રમુખ છે. ઇમરાન ખાન આ પહેલા પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે કેટલાક ખાસ લોકોએ સંસાધનો પર કબ્જાે કરતાં પ્રજાનો મોટો હિસ્સો આરોગ્ય, શિક્ષણ અને ન્યાયની સગવડથી વંચિત છે.
