Delhi

એટીએસના હિમાંશુ શુક્લા રૉમાં જશે

નવીદિલ્હી
ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હિમાંશુ શુક્લાએ ઘણા હાઇપ્રોફાઇલ કેસ ઉકેલ્યા છે. ગુજરાતના ૨૦૦૨માં થયેલી અથડામણ સાથે જાેડાયેલા ૪ કેસોની તપાસની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. આ કેસોને તેમને છેક અંજામ સુધી પહોંચાડ્યા હતા. આ કેસ પછી એટીએસમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ઉકેલવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુજરાતના ભરૂચમાં ૨ બીજેપી નેતાઓની હત્યાના કેસ પણ તેમણે ઉકેલ્યો હતો. હિમાંશુ શુક્લા અંડરવર્લ્‌ડ ડૉન રવિ પુજારીના સાહરિતો અને ૧૯૯૩ બ્લાસ્ટના આરોપીઓની પણ ધરપકડ કરી ચૂક્યા છે. જાન્યુઆરી ૨૦૧૭માં હિમાંશુ શુક્લાએ ગુજરાત પોલીસની સાથે મળીને ગેંગસ્ટર રવિ પુજારીનો સાગરિત સુરેશ પિલ્લઇની ધરપકડ કરી હતી. તે જ વર્ષે જ્યારે ડોન રવિ પુજારી આફ્રિકી દેશ સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે પણ ગુજરાત એટીએસે દેશની ખાનગી એજન્સીઓને મહત્વપૂર્ણ ઈનપુટ આપ્યા હતા. જૂન ૨૦૧૮માં હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત એટીએસે ૧૯૯૩ બોમ્બે બ્લાસ્ટના આરોપી અહમદ કમાલ શેખ ઉર્ફ લંબૂની ધરપકડ કરવામાં આવી હતી. લંબૂને વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લંબૂની ધરપકડ પર હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, તેમના પર ૫ લાખનું ઈનામ હતું અને લંબૂ સોનાની સ્મગલિંગનું કામ કરતો હતો. એટીએસના ડ્ઢૈંય્ હિમાંશુ શુકલાની ઇછઉમાં જવાની તૈયારી થઇ ગઇ છે. જેમાં હવે એટીએસના ડ્ઢૈંય્ હિમાંશુ શુકલા ભારતીય જાસુસી સંસ્થા ઇછઉમાં ફરજ બજાવશે. તેમજ દીપેન ભદ્રનને છ્‌જીમાં ડ્ઢૈંય્ તરીકે પ્રમોશન આપવામાં આવશે. ૨૦૧૫થી હિમાંશુ શુકલા છ્‌જીમાં ફરજ બજાવે છે. તથા રાજય સરકારે ઇછઉમાં જવાની મંજુરી આપી દિધી છે. જેથી ગુજરાત કેડરના વધુ એક ઓફિસર દિલ્હીમાં જશે. ગુજરાત છ્‌જીના જાંબાઝ યુવા ઓફિસર હિમાંશુ શુક્લાએ આતંકવાદ વિરોધક એજન્સીના કાર્યભારની પરિભાષા જ બદલી નાખી છે. હિમાંશુ શુક્લા અગાઉ પણ હાઇપ્રોફાઇલ કેસોનો ખુલાસો કરી ચૂક્યા છે. હિમાંશુ શુક્લા ગુજરાત કેડર ૨૦૦૫ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલ તેઓ ગુજરાત છ્‌જીના ડીઆઈજી છે. તેમનું પહેલું પોસ્ટિંગ હિમ્મતનગરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેડેન્ટ ઓફ પોલીસના રૂપમાં થઇ હતી. તેમણે ૈંૈં્‌ ખડગપુરથી એન્જિનિયરિંગ કર્યું છે. હિમાંશુ શુક્લા જ્યારે ટ્રેનિંગ કરી રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશમાં લૂંટના એક આરોપીને પકડતી વખતે કરેલા એકાઉન્ટમાં તેમને ગોળી વાગી હતી. ગોળી વાગી હોવા છતાં તેઓ કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવતા રહ્યા હતા.

DIG-Himanshu-Sukla.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *