ન્યુ દિલ્હી
ઓટો રિક્ષા/ટેક્ષી કેબ ભાડે આપનાર માલિકે પોતે જાળવેલ રજિસ્ટરનો ઉતારો દર મહીનાની પાંચ તારીખ સુધીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે ટ્રાફિક શાખાની કચેરીને મોકલવાનો રહેશે. આ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી તા.૨૭/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લઘંન કરનાર શિક્ષાને પાત્ર થશે.શહેરમાં રિક્ષા/ટેક્ષી કેબના માલિકો પોતાની રીક્ષાઓ/ટેક્ષી કેબ ચલાવવા માટે ભાડેથી આપતા હોય છે જેનો રેકોર્ડ તેઓની પાસે હોતો નથી. જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેરની હદમાં ઓટો રીક્ષા/ટેક્ષી કેબના માલિકોએ પોતાનું વાહન ભાડે આપતી વખતે ભાડે આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી નિયત નમુનામાં અદ્યતન રાખી પો.સ્ટે.ના સહી સિક્કા કરાવી રજિસ્ટર નિભાવવાનુ રહેશે અને કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે. ઓટોરિક્ષા/ટેક્ષી કેબ ભાડે આપનાર વ્યક્તિએ પોતાની ઓટોરિક્ષા/ટેક્ષી કેબ ભાડે લેનાર વ્યક્તિના ફોટો તથા ઓળખપત્ર (આઇ.ડી.પ્રૂફ) સાથેની સંપૂર્ણ વિગત મેળવ્યા પછી અને વાહન ભાડે લેનારના ચારિત્ર્યની ખરાઇ કરાવ્યા પછી જ તેને વાહન ભાડે આપી શકશે. વાહન માલિકો વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે રિક્ષા/ટેક્ષી કેબની અંદરના ભાગે ૧૬.૧૨ની ઇંચની સાઈઝના બોર્ડમાં રિક્ષા/ટેક્ષી કેબનો રજીસ્ટર્ડ નંબર અંગ્રેજી ભાષામાં ફરજીયાત લખાવી લગાવવાનું રહેશે.
