Delhi

ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડના ખેલાડીઓની કિટ ચોરાઇ ગઇ

નવી દિલ્હી
ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ ટીમને ત્રણ દિવસ બાદ ગુરુવારે તાસ્માનિયા સામે શેફિલ્ડ શિલ્ડની મેચ રમવાની હતી પરંતુ તે પહેલાં ટીમની વાનના કાચ તોડીને કેટલાક અજાણ્યા લોકો ખેલાડીઓની કિટ બેગ ચોરી ગયા હતા. ટીમે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિકેટકીપર જિમી પિયરસને સોશિયલ મીડિયામાં વાનના તૂટેલા કાચની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા બે નવા બેટ પણ ચોરાઇ ગયા છે. જાે કોઇને એડિલેડમાં કોઇને પણ બે નવા બેટ નજરમાં આવે તો પ્લીઝ મને જાણકારી આપશો. ટીમની વાન હોટેલની બહાર ઊભી હતી અને ચોરોએ તકનો લાભ લઇને કિટ બેગ ઉપર હાથ સાફ કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *