Delhi

કેન્દ્રને કૃષિ નીતિ મુદ્દે પુનર્વિચાર કરવા માગણી ઃ વરુણ ગાંધી

નવી દિલ્હી
આપણને અનાજ પૂરું પાડતા અન્નદાતાઓને આપણે રક્ષણ પૂરું ન પાડી શકીએ તો એક રાષ્ટ્ર તરીકે તે આપણી નિષ્ફળતા છે. તેમણે ટ્‌વીટર પર એક માણસનો વીડિયો શૅર કર્યો હતો. ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના એક ખેડૂત સમોધ સિંહ છેલ્લા ૧૫ દિવસથી તેમનો ડાંગરનો પાક વેચવા માટે મંડીના ધક્કા ખાય છે. પરંતુ તે ડાંગરનો પાક વેચી શકતો નથી ત્યારે હતાશ થઈને જાતે જ ઊભા પાકને સળગાવી દે છે. આપણે આપણી કૃષિ નીતિઓ અંગે વિચાર કરવાની જરૂર છે. વરુણ ગાંધીએ ઉમેર્યું કે, એક ખેડૂત માટે પોતાની જાતે જ પોતે ઊભા કરેલા પાકને આગ લગાવી દેવી તેનાથી વધુ મોટી કોઈ સજા ન હોઈ શકે. આપણે ખેડૂતોને તેમની પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં તેમને હતાશાની ખાઈમાં ધકેલી દેતી સિસ્ટમ અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આપણને ખાદ્યાન્ન પૂરું પાડતા અન્નદાતાનું આપણે રક્ષણ ન કરી શકીએ તો એક રાષ્ટ્ર તરીકે તે આપણી નિષ્ફળતા છે. વરુણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી કૃષિ નીતિઓ મુદ્દે કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે અને ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન પણ આપી રહ્યા છે.ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સાંસદ વરુણ ગાંધીએ શનિવારે ડાંગરનો પાક વેચવામાં નિષ્ફળ ગયા પછી પાકને આગ લગાવી દેતા એક ખેડૂતનો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. આ સાથે વરુણ ગાંધીએ કેન્દ્ર સરકારને કૃષિ નીતિ મુદ્દે પુનર્વિચાર કરવા માગણી કરી હતી.

Varun-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *