Delhi

કોઈપણ ઇલેક્ટ્રિક કારને ૧૫ મિનિટમાં ફૂલ ચાર્જ કરી દેતું એબીબીનું ચાર્જર

નવી દિલ્હી
ભારતમાં પણ હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને જાેતા લોકો હવે ઇ-વ્હીકલને અન્ય વિકલ્પના રૂપમાં જાેઇ રહ્યા છે. જાેકે, ભારતમાં જ્યારે ઈલેક્ટ્રિક વાહન લેવાની વાત આવે તો મુશ્કેલી આવે છે ચાર્જિંગ સ્ટેશનોની. વિદેશોની જેમ ભારતમાં ઈ-વ્હીકલો માટે જાેઇએ એવા ચાર્જિંગ સ્ટેશનો નથી. જેને લઇ નવા ગ્રાહકો ઈલેક્ટ્રિક વ્હીકલ લેવા પહેલા આ બધા પાસાઓ અંગે પણ વિચાર કરે છે. ભારત સરકાર પણ હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે નાગરિકોને પ્રેરિત કરી રહી છે.ઇલેક્ટ્રિક વહાનોમાં સામાન્ય રીતે લોકોના મનમાં સૌથી મોટો સવાલ તેના ચાર્જિંગને લઇ રહે છે. પણ હવે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવામાં લાગતો સમય ઘણી હદ સુધી ઘટી ગયો છે. છમ્મ્એ પોતાના ચાર્જર્સના ટેર્રા ફેમિલીમાં પોતાના એક નવા સભ્યને લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જિંગ યૂનિટ છે. નવી ્‌ીિટ્ઠિ ૩૬૦ એક મોડ્યુલર ચાર્જર છે અને એક જ સમયમાં ચાર અલગ અલગ વાહનોને ચાર્જ કરવાની ક્ષમતા રાખે છે. છમ્મ્ ટ્રકો, જહાજાે અને રેલવે જેવા કમર્શિયલ વાહનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચાર્જિંગ અને ઇલેક્ટ્રિફિકેશન સોલ્યૂશન પ્રદાન કરે છે. કંપનીનું કહેવું છે કે આ નવું ચાર્જર ૩૬૦ ાઉનું મેક્સિમમ આઉટપુટ આપે છે અને તેની મદદથી કારને માત્ર ૧૫ કે તેનાથી પણ ઓછા સમયમાં ચાર્જ કરી શકાય છે. એબીબીનું કહેવું છે કે નવું ટેરા ૩૬૦ ચાર્જર ઈનોવેટિવ લાઇટિંગ સિસ્ટમ ચાર્જિંગ પ્રક્રિયાના માધ્યમથી યૂઝરને ગાઇડ કરે છે અને ઇલેક્ટ્રિક વાહનના બેટરીના સ્ટેટ ઓફ ચાર્જ અને ઈવીને સંપૂર્ણ રીતે ચાર્જ થવામાં લાગતા સમયને દર્શાવે છે. જાં જરૂરિયાતમંધ લોકો માટે વ્હીલચેરની પણ સુવિધા છે. આ ચાર્જરને ઓફિસ કોમ્પ્લેક્સ કે મોલ જેવા લગભગ કોઇપણ વ્યાવસાયિક પરિસરમાં પણ લગાવી શકાય છે. ટેરા ૩૬૦ ચાર્જર ઓછી જગ્યા લે છે અને તેને નાના ડિપો કે પાર્કિંગમાં પણ લગાવી શકાય છે. એબીબીના ઈ-મોબિલિટી ડિવિઝનના અધ્યક્ષ ફ્રેંક મ્યૂહલોને કહ્યું, દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનો અને ચાર્જિંગ નેટવર્કને સારાં બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઈંફ્રાસ્ટ્રક્ચરને ફાસ્ટ અને સુવિધાજનક થવું ખૂબ જરૂરી છે. ટેરા ૩૬૦ ન માત્ર ફાસ્ટ ચાર્જિંગ વિકલ્પ આપે છે બલ્કે તે યૂઝરની અન્ય જરૂરતોનો પણ ખ્યાલ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *