Delhi

કોરોના સામે લડવા સહિત વિવિધ મુદ્દે કરી ચર્ચાઓ

નવી દિલ્હી
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રોમ જઈ રહેલા પ્રતિનિધિમંડળમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ છે. આજે ઁસ્ મોદી ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર ય્૨૦ રોમ સમિટના બીજા સત્રમાં ભાગ લેશે. તેઓ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને આઉટગોઇંગ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે રોમમાં ય્૨૦ સમિટની બાજુમાં વિદેશ મંત્રી એન્ટોની જે. બ્લિંકન ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરને મળ્યા હતા. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી. વાટાઘાટોના કાર્યસૂચિમાં અન્ય વિષયોની સાથે સામાન્ય પ્રાદેશિક પ્રાથમિકતાઓ અને કોવિડ-૧૯ સામે લડવાના પ્રયાસોમાં સહકાર વિસ્તરણનો સમાવેશ કરવા સંમત થયા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકને ક્વાડ દ્વારા વિવિધ વિષયો પર વ્યાપક વાટાઘાટો કરી હતી. આ દરમિયાન ઈન્ડો-પેસિફિક સહયોગને મજબૂત કરવા અને સમાન પ્રાદેશિક પ્રાથમિકતાઓ પર સહયોગને વિસ્તૃત કરવાના પ્રયાસો પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ર્ઝ્રંઁ૨૬ પર આબોહવાની મહત્વાકાંક્ષા વધારવા, કોરોના રસીની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવા પર સહકાર આપવા સંમત થયા હતા. હકીકતમાં, ૩૦ અને ૩૧ ઓક્ટોબરે ય્૨૦ સમિટમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જયશંકર પણ ત્યાં ગયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કર્યા બાદ ટિ્‌વટ કર્યું અને કહ્યું કે વિદેશ સચિવ સાથે ખૂબ સારી મુલાકાત થઈ. આ દરમિયાન, ભાગીદારી સંબંધિત મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરવામાં આવી હતી અને મહત્વપૂર્ણ પ્રાદેશિક ચિંતાઓ પર અપડેટ કરવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *