Delhi

જેકેપીસીના ગઠબંધનથી અલગ થયા બાદ પહેલીવાર પીએજીડીની બેઠક

નવીદિલ્હી
ઁછય્ડ્ઢ દળોની સાથે-સાથે તેમના પક્ષના નેતાઓ ૨૪ ઓગસ્ટે શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને મળ્યા હતા. ઁછય્ડ્ઢ પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાને લખેલા પત્રમાં લોને કહ્યું, “અમારા માટે આને વળગી રહેવું મુશ્કેલ છે. ભાગીદારો વચ્ચે વિશ્વાસની ખોટ આવી છે. જેનો કોઈ ઉકેલ નથી એવું અમે માનીએ છીએ. અમારી પાર્ટીમાં બહુમતીવાદી અભિગમ એ છે કે વસ્તુઓ બહાર આવે તેની રાહ જાેવાને બદલે આપણે સૌહાર્દપૂર્ણ રીતે જાેડાણમાંથી બહાર નીકળી જવું જાેઈએ અને હું પુષ્ટિ કરું છું કે અમે હવે ઁછય્ડ્ઢ ગઠબંધનનો હિસ્સો નથી. દિલ્હીમાં સીમાંકન આયોગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના પાંચ સાંસદો હાજર રહ્યા હતા. જેમાં ભાજપના સાંસદ ડો.જિતેન્દ્ર સિંહ અને જુગલ કિશોર ઉપરાંત નેશનલ કોન્ફરન્સના ત્રણ સાંસદો ડો.ફારૂક અબ્દુલ્લા, મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી સામેલ છે. આ તમામ સાંસદોએ સીમાંકન આયોગના સહયોગી સભ્યો તરીકે બેઠકમાં હાજરી આપી હતી.લોને વધુમાં કહ્યું હતું કે, “અમે ગઠબંધનથી અલગ થઈ રહ્યા છીએ, તેના ઉદ્દેશ્યોથી નહીં. અમે આ ગઠબંધનની રચના સમયે જે ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા તેનું પાલન કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું, ‘પીએજીડીના નેતૃત્વને ખાતરી આપવી જાેઈએ કે અમે નિર્ધારિત ઉદ્દેશ્યોના દાયરામાં આવતા તમામ મુદ્દાઓ પર અમારું સમર્થન આપીશું. સજ્જાદ લોને કહ્યું, ‘હું નેશનલ કોન્ફરન્સને પૂછવા માંગુ છું કે છેલ્લા છ મહિનામાં એવું શું બન્યું છે કે સીમાંકન આયોગની બેઠકમાં ભાગ લેવો એ કલમ ૩૭૦ નાબૂદ કરવાને સમર્થન હતું અને અત્યારે નહીં? તેઓએ તેનો જવાબ આપવો પડશે.પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન જમ્મુમાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને બેઠક યોજશે. મીટિંગના બે દિવસ પહેલા સજ્જાદ લોનની આગેવાની હેઠળના જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સએ રવિવારે પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ઘોષણા થી પોતાને દૂર કરી દીધા હતા. ઁછય્ડ્ઢની છેલ્લી બેઠક ગયા ઓગસ્ટમાં યોજાઈ હતી જ્યારે નેતાઓ કલમ ૩૭૦ અને ૩૫છ હેઠળ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની બંધારણીય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના ઠરાવ પર સંમત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *