Delhi

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનની મેચની ટિકિટના ભાવ રૂપિયા બે લાખ સુધી પહોંચ્યા

નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪મી ઓક્ટોબરે દુબઇમાં રમશે અને આ મેચની સૌથી મોંઘી ટિકિટ લગભગ બે લાખ રૃપિયાની છે જે સામાન્ય કરતાં ૩૩૩ ગણી વધારે છે. અલગ અલગ સ્ટેન્ડની ટિકિટોના ભાવ જુદા જુદા છે. પ્રારંભિક ટિકિટો ૧૨,૫૦૦ રૃપિયામાં મળી રહી છે. આ ઉપરાંત ૩૨,૨૦૦ તથા ૫૪,૧૦૦ રૃપિયામાં ફેન્સ પ્રીમિયમ તથા પ્લેટિનમ સ્ટેન્ડની ટિકિટ ખરીદી શકે છે. આ ત્રણેય કેટેગરીની ટિકિટો લગભગ વેચાઇ ગઇ છે. સ્કાય બોક્સ અને વીઆઇપી સીટના ભાવ હજુ આઇસીસીની સત્તાવાર વેબસાઇટ ઉપર મુકાયા નથી પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૩૧મી ઓક્ટોબરે રમાનારી મેચ માટે વીઆઇપી સીટના ભાવ એક લાખ ૯૬ હજાર રૃપિયા સુધીનો છે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ હજુ વધારે મોંઘી થઇ શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચની સૌથી ઓછા ભાવની ટિકિટ ૧૦,૪૦૦ રૃપિયામાં મળી રહી છે.આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્‌ડ કપનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ચૂક્યું છે અને આઇસીસીએ ત્રીજી ઓક્ટોબરથી ટૂર્નામેન્ટની મેચોની ટિકિટોનું વેચાણ શરૃ પણ કરી દીધું છે. સ્ટેડિયમમાં ૭૦ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. યુએઇમાં સૌથી ઓછી કિંમતની ટિકિટ ૬૦૦ રૃપિયામાં મળી રહી છે પરંતુ ભારત અને પાકિસ્તાનના હાઇવોલ્ટેજ મુકાબલાની ટિકિટો માટે સમર્થકોએ લાખો રૃપિયા ખર્ચ કરવા પડશે.

Ind-pak-ticket-2-lac-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *