Delhi

દેશની ઈકોનોમી હજી પણ નીચે ઃ લોકોની આર્થિક મુશ્કેલીઓ યથાવત ઃ અભિજિત

નવી દિલ્હી
અમદાવાદ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં અભિજિત બેનરજીએ ઓનલાઈન સંબોધન કરીને કહ્યુ હતુ કે, દેશમાં આર્થિક સંકટ પહેલા જેવુ જ છે અને તમે એવી જગ્યાએ છો જ્યાંથી તમે સમાજને અને દેશને મદદ કરી શકો છો.તાજેતરમાં જ હું પશ્ચિમ બંગાળ ગયો હતો અને મેં જાેયુ હતુ કે, છેવાડાના લોકોની મુશ્કેલીઓ યથાવત છે.દેશની ઈકોનોમી હજી પણ ૨૦૧૯ના સ્તરથી નીચે છે.આપણે નથી જાણતા કે કેટલી નીચે છે પણ આ માટે હું કોઈને દોષ નથી આપી રહ્યો.હું માત્ર જે સ્થિતિ છે તેને રજૂ કરી રહ્યો છું. બેનરજીએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થીકાળમાં હું જેએનયુમાં ભણતો હતો અને ત્યાંથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જવાનો હતો.આ દરમિયાન એક વિદ્યાર્થી આંદોલનમાં હું સામેલ થયો હતો.મારી ધરપકડ કરાયા બાદ મને ૧૦ દિવસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો.જ્યાંથી બહાર આવ્યા બાદ વડીલોએ મને કહ્યુ હતુ કે, તારી કેરિયર ખરાબ થઈ ગઈ છે.હવે અમેરિકા તને પ્રવેશ પણ નહીં આપે. વિદ્યાર્થીઓને તેમણે કહ્યુ હતુ કે, તમારી કેરિયર પસંદ કરતી વખતે પરિવાર અને સમાજના દબાણમાં ના આવતા.નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીનુ કહેવુ છે કે, ભારતની ઈકોનોમી હજી પણ ૨૦૧૯ના સ્તરની નીચે છે અને લોકો આર્થિક રીતે બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.

Abhijieet-Benarjee-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *