Delhi

દેશની રાજધાની દિલ્હીની હવા ઝેરી બની ઃ એક્યુઆઈ ૩૧૬ પર પહોંચ્યો

નવીદિલ્હી
ભારતીય હવામાન વિભાગે પવનની ગતિના અનુકૂળ વલણ અને પ્રદેશમાંથી પ્રદૂષકોના ફેલાવા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓની આગાહી કરી છે. બીજી બાજુ, સેન્ટ્રલ એર ક્વોલિટી કમિશને શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં ધોરણ ૬ અને તેથી વધુના વિદ્યાર્થીઓ માટે શાળાઓ, કોલેજાે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. ધોરણ ૫ સુધીના વિદ્યાર્થીઓ માટે ૨૭ ડિસેમ્બરથી શાળાઓ ખોલી શકાશે. આયોગે ૧૬ નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ભયજનક સ્તરે વધ્યા બાદ બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૪ નવેમ્બરે બાંધકામ પ્રવૃત્તિઓ પર ફરીથી પ્રતિબંધ લાદ્યો હતો અને માત્ર બિન-પ્રદૂષિત પ્રવૃત્તિઓ જેમ કે પ્લમ્બિંગ, આંતરિક સુશોભન, ઇલેક્ટ્રિકલ વર્ક્‌સ વગેરેને મુક્તિ આપી હતી કમિશને ૧૭ ડિસેમ્બરે બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો હળવા કરીને જાહેર ઉપયોગ, રેલ્વે, મેટ્રો, એરપોર્ટ અને ૈંજીમ્‌, રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ, આરોગ્ય સંભાળ, હાઇવે, રસ્તા, ફ્લાયઓવર, પાઇપલાઇન સંબંધિત પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી હતી.દિલ્હી-એનસીઆરમાં કોલ્ડવેવના કહેર વચ્ચે અહીંની હવા વધુ ઝેરી બની ગઈ છે. શિયાળામાં વધારા સાથે પ્રદૂષણ પણ વધ્યું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) અનુસાર મંગળવારે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૬ નોંધાયો હતો. સોમવારે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૯૦ નોંધાયો હતો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, નોઈડામાં હવાની ગુણવત્તા પણ ‘ખરાબ’ શ્રેણીમાં રહી છે. જ્યારે ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા પણ ‘ખરાબ’ શ્રેણીમાં રહી છે. દ્ગઝ્રઇ પ્રદેશના નોઈડા અને ગુરુગ્રામમાં છઊૈં અનુક્રમે ૨૯૩ અને ૨૨૫ નોંધવામાં આવ્યો હતો. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનએ સોમવારે દિલ્હી-દ્ગઝ્રઇમાં બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ અને હવાની ગુણવત્તામાં સુધારો કરવા અને અનુકૂળ હવામાનશાસ્ત્રની આગાહીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ પરના નિયંત્રણો હટાવ્યા છે. પંચે કહ્યું કે દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થયો છે. છઊૈં છેલ્લા ત્રણ દિવસથી ખરાબ કેટેગરીમાં રહ્યો છે જે અગાઉ ખૂબ જ ખરાબ કેટેગરીમાં હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “દ્ગઝ્રઇમાં બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓને હવે તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે.” જાે કે આ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને એજન્સીઓને આધિન છે જે ડસ્ટ કંટ્રોલ રૂલ્સ અને કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને આ સંદર્ભે ઝ્રઁઝ્રમ્ માર્ગદર્શિકાનું પાલન કરે છે.

Delhi-Air-Pollution.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *