ન્યુદિલ્હી
ડીઆઇસીજીસીએ અગાઉ ૨૧ બેંકોની યાદી તૈયાર કરી હતી. જાે કે પાંચ બેકોને આ યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક(પીએમસી) બેંક પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ પાંચ બૈેંક વિલયની સિૃથતિમાં છે આૃથવા મોરેટોરિયમમાંથી બહાર આવી ગઇ છે. તેથી આ પાંચ બેંકોના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળશે નહીં. ઓગસ્ટમાં સંસદે ડીઆઇસીજીસી(સંશોધન) બિલ, ૨૦૨૧ પસાર કર્યુ હતું. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાતાધારકોને આરબીઆઇ દ્વારા બેકો પર મોરેટોરિયમ લાગુ કરવાના ૯૦ દિવસની અંદર પાંચ લાખ રૂપિયા મળે. જે ૧૬ સહકારી બેંકોના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળશે તે બેંકોમાં એડૂર કોઓપરેટિવ અર્બન બેંક(કેરળ), સિટી કોઓપરેટિવ બેંક(મહારાષ્ટ્ર), કપોલ કોઓપરેટિવ બેંક(મહારાષ્ટ્ર), મરાઠા શંકર બેંક(મહારાષ્ટ્ર), મિલત કોઓપરેટિવ બેંક(કર્ણાટક), પધ્મશ્રી ડો. વિઠ્ઠલ રાવ વિખે પાટિલ(મહારાષ્ટ્ર), પીપલ્સ કોઓપરેટિવ બેંક(ઉત્તર પ્રદેશ), શ્રી આનંદ કોઓપરેટિવ બેંક(મહારાષ્ટ્ર), સિકર અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ(રાજસૃથાન), શ્રી ગુરૂરાઘવેન્દ્ર સહકારી બેંક(કર્ણાટક), મુઘોઇ કોઓપરેટિવ બેંક(કર્ણાટક), માતા અર્બન કોઓપરેટિવ બૈંક(મહારાષ્ટ્ર), સરજેરૈાઓદાદા નાસિક શિરાલા સહકારી બેંક(મહારાષ્ટ્ર) , ઇન્ડીપેન્ડેન્સ કોઓપરેટિવ બેંક(મહારાષ્ટ્ર), દક્કન અર્બન કોઓપરેટિવ બેંક(કર્ણાટક) અને ગ્રહ કોઓપરેટિવ બેંક(મધ્ય પ્રદેશ)નો સમાવેશ થાય છે.નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ કાનપુર સહિતની પીપલ્સ કોઓપરેટિવ બેંક સહિતની ૧૬ સહકારી બેંકોના ગ્રાહકોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. આ રકમ ડિપોઝીટ ઇન્સ્યોેરન્સ કવર સ્કીમ હેઠળ આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહયોગી સંસૃથા ડિપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(ડીઆઇસીજીસી) એક નવા નિયમ હેઠળ ા રકમ જારી કરશે.
