Delhi

પ્રજાએ ત્રીજુ નેત્ર ખોલતા પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટ્યા પરંતુ……!?

વિ.સં ૨૦૭૮ ના નવા વર્ષના સૂર્યોદયને ચાર દિવસ પૂર્ણ થઇ ગયા છે અને આ વર્ષના પ્રથમ લેખમા અમારા જીએનએસના વાંચક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ સાથે આ કોલમિસ્ટને લેખ માટે સતત લાઇક આપી પ્રોત્સાહન આપતા, માર્ગદર્શન આપતા તમામ વાંચક સ્નેહી- આત્મિય જનોને અંતઃકરણથી નવા વર્ષની મંગલ કામનાઓ સાથે આપ દરેક ઉન્નતિના શિખરો સર કરતા રહો તેવી શુભેચ્છા….. દિવાળીના સમય દરમિયાન પગાર- બોનસ થતા તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનોની આવક થતા ગુજરાત સહિત દેશભરના બજારોમાં સામાન્ય લોકોની ભીડ ઉમટી પડી હતી અને સમયને આધીન કરકસરયુક્ત ખરીદી કરતા રોનક ગુમાવી બેઠેલ વિવિધ બજારોની જાકમ જાેળ ખીલી ઉઠી હતી. તે સાથે નવા વર્ષની ઉજવણી પણ ઉત્સાહભેર કરી હતી.. અને આવા સમયમાં જ સરકારની આંખ ઉઘાડી નાખતા ૧૩ રાજ્યોમાની પેટા ચૂંટણીના પરિણામો આવતા… કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે ઓઈલ કંપનીઓ પર જવાબદારી ઢોળી દેતી હતી એજ સરકારે તાત્કાલિક તેની કિંમતો ઘટાડી દીધી (જાે કે લગભગ રૂ.૫૦ વધારેલ છે)જેને કારણે પ્રજામાં નહિવત હાશકારો થયો છે પરંતુ તે સાથે સરકાર પ્રજાને કઈ રીતે વાતોમા ચકરાવે ચઢાવી દે છે તે પણ આમ પ્રજા જાણતી થઈ ગઈ….. ત્યારે હવે સરકાર પણ સમજી ગઈ હશે કે દેશના અર્થતંત્રને દોડતું રાખવું હોય તો કોમન મેનના ખિસ્સામાં પૈસા આવવા જરૂરી છે, માત્ર મોટા ઉદ્યોગો,મોટા માર્કેટો તથા ઉદ્યોગ જગતને વિવિધ નાણાંકીય રાહતો કે માટીના લાભ આપવાથી અર્થતંત્રમાં વેગ આવતો નથી. એટલે હવે સરકારે એ માટે વિચારવાનો સમય પાકી ગયો છે. જાે કે કૃષિ કાનુન અને લખીમપુર ઘટના અંગે કિસાનો બેહદ આગબબુલા છે. જેઓએ પણ કેન્દ્રની એનડીએ સરકારની પેટાચૂંટણીમાં ફટકો આપવામાં કોઈ મણા બાકી રાખી નથી તે પણ હકીકત છે.આ પરિણામોથી વિપક્ષોએ રાજી થવાની કે ફુલાઈ જવાની જરૂર નથી કારણકે પ્રજાકિય સળગતા પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં નિષ્ફળ રહ્યા છે… છતાં કોઈ અન્ય વિકલ્પ ન હોવાને લઈને સત્તાધારી કરતા વિપક્ષ સારા એમ સમજીને પ્રજાએ વધુ બેઠકો આપી છે. ત્યારે સત્તાધારી પક્ષ સહિત તમામ વિરોધ પક્ષોએ સામાન્ય લોકોની તકલીફો સમજી તેની ન્યાય આપવા કે અપાવવા માટે યોગ્ય ર્નિણયો કરવા આ ચેતવણીરૂપ પરિણામો પેટા ચૂટણીઓમા આવ્યા હોવાની રાજકીય પંડિતોમા ચર્ચા છે…..!
કેન્દ્ર સરકાર દેશમાં ફુગાવો કાબુમાં હોવાના પોકળ દાવાઓ કરતી રહી હતી ત્યારે બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવો વધી રહ્યા હતા તે સાથે ગેસની કિંમતમાં પણ વધારો કર્યો અને બાકી હતું તે રાંધણગેસ અને તેના સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો જેના કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સહિત અન્ય ચીજ વસ્તુઓમાં ભાવો વધતા રહેતા આમ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ અને ભાજપ સામેનો આક્રોશ બેહદ વધી ગયો જેના પ્રત્યાઘાત હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર રાજ્ય અને દાદરા હવેલીના મતદારોએ આપ્યા… ભાજપના ઉમેદવારોના હરાવીને વિરોધ કર્યો. તેમાં પણ મોંઘવારી વધી ગઈ હોવાની બાબતને હિમાચલ પ્રદેશના ભાજપ સરકારના મુખ્ય મંત્રીએ સ્વિકાર કરીને કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો…. અને પ્રજાનો આવો આક્રોશ જાેઈને કેન્દ્ર સરકાર પણ ગભરાઈ ગઈ અને પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવાની ફરજ પડી….. જાે કે ભાવ ઘટાડવા માટે મોદીજીને યશ આપવા રાજનેતાઓ સહિતના અનેક નેતાઓ જાહેરમાં નિવેદન આપવા લાગ્યા તેથી આમ લોકો વધુ ભડકી ગયા અને સોશિયલ મીડિયામાં આક્રોશ સાથે ફિરકી ઉતારતી કોમેન્ટોનો મારો શરૂ કરી દીધો અને હજુ પણ કરી રહ્યા છે…. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધારા માટે ઓઇલ કંપનીઓ જવાબદાર અને કિંમતો ઘટાડવા માટે મોદીજીને યશ…આનો મતલબ કિંમતો વધવા માટે પણ તેઓ જ……, જીએસટીમાં પેટ્રોલ લાવી દો એટલે વાત પૂરી……, અત્યારે કરેલો ભાવ ઘટાડો એ ભાવ ઘટાડો નથી પરંતુ ૨૦૧૪માં પેટ્રોલ ડીઝલ ગેસના જે ભાવ હતા તે કરો તો સાચા…..! પેટા ચૂંટણીની હારથી ભાવ ઘટાડ્યા આને જાે વધુ ચૂંટણીઓ હારે તો… બધું સસ્તુ…. આ પ્રકારની કોમેન્ટો સોશિયલ મીડિયા પર ફરી રહી છે…..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *