Delhi

બાંગ્લા કોર્ટે ૬ વિદ્યાર્થીનું લિન્ચિંગ કરનારા ૧૩ને મોતની સજા ફટકારી

ન્યુદિલ્હી
ઢાકાની વિવિધ સ્કૂલ અને કોલેજાેમાં અભ્યાસ કરતા સાત મિત્રો શબ-એ-બારાત તહેવાર વખતે ૧૮ જુલાઈ ૨૦૧૧ના રાત્રિએ ઢાકા શહેરની બહાર આવેલા સવાર પોલીસ સ્ટેશન હેઠળના અમીન બાઝારમાં ગયા હતા. સ્થાનિક લોકોના જૂથે તેઓને લૂંટારુ સમજીને ક્રૂર રીતે માર્યા હતા. તેના લીધે છના મોત થઈ ગયા હતા. આ હુમલામાં બચી ગયેલા એકમાત્ર વિદ્યાર્થી અલ-અમીને જણાવ્યું હતું કે અમે વારંવાર જણાવતા હતા કે અમે વિદ્યાર્થીઓ છે, લૂંટારું નથી. બધા છ વિદ્યાર્થીઓ મારા ખાસ મિત્રો હતા અને ઢાકાની વિવિધ કોલેજાેમાં અભ્યાસ કરતા હતા. હાઇકોર્ટના આદેશમાં એન્ટી-ક્રાઇમ રેપિડ એક્શન બટાલિયન (આરએબી)ને આ ઘટનાની તપાસનો આદેશ અપા હતો. તેણે જાન્યુઆરી ૨૦૧૩માં ૬૦ જણા સામે તહોમતનામું મૂક્યું હતું.બાંગ્લાદેશની કોર્ટે દસ વર્ષ પહેલા રાજધાનીની બહાર લૂંટારુ હોવાની આશંકાએ છ વિદ્યાર્થીઓનું લિન્ચિંગ કરનારા ૧૩ જણાને ફાંસીની સજા ફટકારી હતી અને બીજા ૧૯ને આજીવન કેદની સજા ફટકારી હતી. ઢાકા ટુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ઇસ્મત જહાને આ ચુકાદો આપ્યો હતો. આ સિવાય મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી છે તેમણે ૨૦,૦૦૦ ટાકાનો દંડ પણ ચૂકવવો પડશે. આ ઉપરાંત આજીવન કેદની સજા ફટકારાઈ છે તે ૧૯ જણાએ દસ હજાર ટાકાનો દંડ ચૂકવવો પડશે. ટાકા બાંગ્લાદેશી ચલણ છે. આ હત્યા માટે કુલ ૬૦ જણા દોષિત હતા. ટ્રાયલ દરમિયાન ત્રણના મોત થતાં તેઓના નામ તહોમતનામામાથી કાઢી નંખાયા હતા. સરકારી વકીલોએ જણાવ્યું હતું કે કુલ ૫૭ આરોપીઓમાંથી ૪૯ જેલમાં છે, એક જામીન પર છૂટયો છે અને બાકીના ભાગેડુ છે. ન્યાયાધીશે ૨૫ને નિર્દોષ છોડયા હતા.

Bangladesh-student-case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *