Delhi

બે અમેરિકન વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ

નવી દિલ્હી
નોબેલ એસેમ્બલીની સભ્ય અને ફિઝિયોલોજીની પ્રાધ્યાપક જુલિન સીરથે જણાવ્યું હતું કે અલ્ફ્રેડ નોબેલે હવે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝની યાદીમાં સામેલ કર્યુ હતું તે સમયે તેઓ પોતાની ઇચ્છાને લઈને એકદમ સ્પષ્ટ હતા. તેમણે ખાસ રીતે જણાવ્યું હતું કે તેઓ એક એવી શોધની તપાસમાં છે જેથી માનવ સમાજને ફાયદો થાય. નોબેલ પ્રાઇઝ જીતવાવાળાને એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વિડીશ ક્રોનર (૧૧.૪ લાખ ડોલર)ની ઇનામી રકમ મળે છે. આ ઇનામી રકમ આલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી આવે છે. તેમનું મૃત્યુ ૧૮૯૫માં થયું હતું. મેડિસિન ઉપરાંત ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને ઇકોનોમિક્સમાં પણ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે.અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપોટિયનને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે. આ વાતની જાહેરાત સોમવારે નોબેલ સમિતિએ કરી હતી. ફિઝિયોલોજી કે મેડિસિનમાં આપવામાં આવનારા ત્રણ ઇનામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપોટિયનને સંયુક્ત રીતે આ ઇનામી રકમ આપવામાં આવી રહી છે. આ ઇનામ તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ કરવા માટે કરવામાં આવ્યું છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમેને કરી હતી. ગયા વર્ષે મેડિસિનનું નોબેલ પ્રાઇઝ સંયુક્ત રીતે ત્રણ વૈજ્ઞાાનિકો હાર્વે જે ઓલ્ટર, માઇકલ હ્યુટન અને અને ચાર્લ્સ એમ રાઇસને મળ્યું હતું. તેમણે લિવરને નુકસાન પહોંચાડતા હિપેટાટિસ-સી વાઇરસની શોધ કરી હતી. આ સંશોધનથી ઘાતક માંદગીની સારવાર શોધવામાં મદદ મળી છે.

American-Two-Scientiest-in-Nobel-Prize-Listed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *