નવી દિલ્હી
જાહેરખબરકારોના દ્રષ્ટીકોણથી જાેઈએ તો ભારત બહાર ફેંકાઈ જવાના કારણે સેમિ ફાઈનલ અને ફાઈનલના દર્શકોની સંખ્યામાં ૪૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો જાેવા મળ્યો છે અલબત્ત, બ્રોડકાસ્ટરને આશા છે કે, તેઓ ટી-૨૦ વર્લ્ડ કપના ટીવી પ્રસારણમાંથી ૯૦૦થી ૧,૨૦૦ કરોડ રૃપિયાની કમાણી કરી લેશે. ઈન્ડસ્ટ્રીસના સૂત્રો જણાવે છે કે, ઓટીટી પ્લેટફોર્મ પર મેચના પ્રસારણથી ૨૫૦ કરોડ રૃપિયાની આવક થઈ શકે. જાેકે ભારત સુપર-૧૨માંથી જ બહાર ફેંકાતા આવકમાં ૧૫ થી ૨૦ ટકા જેટલી ખોટ પડી છે. જાે ભારત ફાઈનલમાં પ્રવેશ્યું હોત તો દર્શકોની સંખ્યામાં જાહેરખબરના રેટમાં ઘણો વધારો જાેવા મળત.ટીમ ઈન્ડિયા આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલ પહેલા જ બહાર ફેંકાઈ જતાં ભારતીય ક્રિકેટ ચાહકો તો નિરાશ થયા છે, પણ વર્લ્ડ કપના ઓફિશિઅલ બ્રોડકાસ્ટરની આવકમાં પણ મોટો ફટકો પડયો છે. જાે ભારતીય ટીમ સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ક્વોલિફાય થઈ હોત તો બ્રોડકાસ્ટર પર જાણે ધનનો વરસાદ થાય તેમ હતુ. એક અંદાજ પ્રમાણે ભારત સુપર-૧૨માંથી જ બહાર ફેંકાતા બ્રોડકાસ્ટરને જાહેરખબરોમાંથી થનારી અંદાજે ૨૦૦ કરોડ રૃપિયાની આવક ગુમાવવી પડી છે. ભારતીય ટીમની મેચોમાં મોટાભાગના જાહેરાતના સ્લોટ ઊંચી કિંમતે બુક થઈ જતા હોય છે. તેમાં ય જાે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હોય તો રેટમાં જબરજસ્ત ઉછાળો જાેવા મળતો હોય છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચમાં ૧૦ સેકન્ડની જાહેરખબરનો રેેટ રૃપિયા ૨૫ લાખ હતો. જાે એશિયાની બે કટ્ટર હરિફ ટીમો ફાઈનલમાં પ્રવેશી હોત તો ૧૦ સેકન્ડની જાહેરખબરના સ્લોટનો રેટ ૩૫ લાખ કે તેથી પણ વધુ થાય તેવી શક્યતા હતી.
