Delhi

ભારતની જમીન પર ચીન કબ્જાે કરી રહ્યુ છે ઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી
રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટની સાથે આર્મી ચીફના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે, ચીનના સૈનિકોની વધતી સંખ્યા ભારત માટે ચિંતાનો વિષય છે પણ આર્મી કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેષીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિશિયન છે અને તેમને ગંભીરતાથી લેવાની જરુર નથી.ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર એક વર્ષથી તનાવની સ્થિતિ છે.તાજેતરમાં જ ચીને લદ્દાખમાં મોટી સંખ્યામાં સૈનિકની તૈનાતી વધારી હોવાના અહેવાલો પણ આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યુ હતુ કે, ચીન પાકિસ્તાન મી.૫૬ એટલે ભારતની ભૂમી પર વધી રહેલો ચીનનો કબ્જાે. રાહુલ ગાંધીએ આડકતરી રીતે છપ્પનની છાતી વાળા પીએમ મોદીના અગાઉના નિવેદન પર કટાક્ષ કર્યો છે અને આરોપ મુકયો છે કે, ભારતની જમીન પર ચીન કબ્જાે કરી રહ્યુ છે.આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મી.૫૬ ચીનથી ડરે છે.તેના પહેલા પણ રાહુલ ગાંધીએ ચીનની સેના દ્વારા થઈ રહેલા રાત્રી યુધ્ધાભ્યાસ પર કહ્યુ હતુ કે, બોર્ડર પર નવા પ્રકારના યુધ્ધની શક્યતાઓનો આપણે સામનો કરી રહ્યા છે.તેને નજર અંદાજ કરવાથી કામ નહીં ચાલે.

Rahul-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *