નવીદિલ્હી
ભારત એક મિસાઈલથી અનેક પરમાણુ બોમ્બ છોડવાની ટેક્નોલોજી પર પણ કામ કરી રહ્યું છે. તેને સ્ૈંઇફ ટેક્નોલોજી કહેવામાં આવે છે અને ચીન પાસે આ ટેક્નોલોજી પહેલેથી જ છે. એવી અફવા હતી કે ભારતે જૂન ૨૦૨૧માં હાથ ધરેલા પરીક્ષણમાં સ્ૈંઇફ ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું હતું, પરંતુ ભારતીય સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે આ ટેક્નોલોજીને વિકસાવવામાં અને તેનું પરીક્ષણ કરવામાં હજુ બે વર્ષ લાગશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જાે ભારત સ્ૈંઇફ ક્ષમતા પ્રાપ્ત કરી લેશે તો તે ઓછી મિસાઈલો સાથે વધુ લક્ષ્યોને નષ્ટ કરી શકશે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું કે ભારતના દુશ્મન ચીન પાસે પહેલેથી જ આ ટેક્નોલોજી છે અને તેના કારણે ભારતને સ્ૈંઇફ ટેક્નોલોજી મેળવવાની પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે એમઆઈઆરવી ટેક્નોલોજીને લઈને બંને દેશો વચ્ચેની સ્પર્ધા આ ક્ષેત્ર માટે ગંભીર અસરો કરી શકે છે. આનાથી ભારત ભવિષ્યમાં વધુ પરમાણુ બોમ્બ બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારત પરમાણુ હથિયારોનો પ્રથમ ઉપયોગ નહીં કરવાની નીતિને અનુસરે છે, પરંતુ ચીનના વધતા જાેખમ વચ્ચે તેને બદલવાની માંગ છે.સેંકડો પરમાણુ બોમ્બથી સજ્જ ચીન-પાકિસ્તાનના ખતરાનો સામનો કરી રહેલા ભારતના અગ્નિ પ્રાઇમ મિસાઈલ પરીક્ષણનો પડઘો દુનિયાભરમાં સંભળાઈ રહ્યો છે. અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે ભારતની આ નવી પેઢીની મિસાઈલ પાકિસ્તાનને ગણતરીની સેકન્ડમાં જ બર્બાદ કરવાની અજાેડ શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત છે કે તે ડબ્બાની અંદર બંધ થઈ જાય છે. ટીન બોક્સમાં બંધ હોવાને કારણે મિસાઈલને પરમાણુ બોમ્બ ફીટ કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય નથી લાગતો અને ભારત ખૂબ જ ઝડપથી ભીષણ હુમલો કરવામાં સક્ષમ થઇ ગયું છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના લેટેસ્ટ રિપોર્ટમાં અગ્નિ પી ની વિશેષતા જણાવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-પી મિસાઈલમાં અગ્નિ-૪ અને અગ્નિ-૫ની ટેક્નોલોજી છે. તેમાં નવી રોકેટ મોટર્સ, નેવિગેશન સિસ્ટમ અને અન્ય સાધનો લગાવવામાં આવ્યા છે. આ મિસાઈલ હવે અગ્નિ ૧ મિસાઈલનું સ્થાન લેશે. તેમાં લગાવેલ લોન્ચર તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. એવા અહેવાલો પણ છે કે અગ્નિ પી અને અગ્નિ ૫ મિસાઈલ એકસાથે અનેક પરમાણુ હથિયારોને છોડવામાં સક્ષમ છે. જાે કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું કે ડબ્બાને સીલ કરવાને કારણે અગ્નિ-પી મિસાઈલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે વાતાવરણના પ્રભાવની અસર થતી નથી. આ સંસ્કરણમાં પરમાણુ બોમ્બ મિસાઈલની અંદર જ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ સંકટના સમયે ભારત માત્ર થોડી જ સેકન્ડોમાં પરમાણુ બોમ્બ વડે દુશ્મનો સામે વળતો હુમલો કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાનને નિશાન બનાવીને આ મિસાઈલ બનાવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જાે અણુ બોમ્બને ડબ્બામાં બંધ મિસાઈલોની અંદર ફીટ કરીને રાખવામાં આવે તો પરમાણુ સંકટના સમયે દુશ્મન માટે તેને પકડવું આસાન નહીં હોય. તેમણે કહ્યું કે ભારત હવે બહુ ઓછા સમયમાં જવાબી કાર્યવાહી કરી શકે છે. ભારત પાસે નવી અગ્નિ ૫ મિસાઈલ છે જે ૫૦૦૦ કિમી સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઈલ એક ડબ્બાથી સજ્જ છે અને તેને હવે અગ્નિ પીમાં ફીટ કરવામાં આવી છે.
