Delhi

રાહુલને રિટેન કરવા માગતા હતા, પણ તે ટીમમાં રહેવા તૈયાર નહતો ઃ નેસ વાડિયા

ન્યુદિલ્હી,
બીસીસીઆઇએ નવી ટીમોને તેમની ટીમમાં સામેલ કરવા માટે ૩-૩ ખેલાડીઓ પસંદ કરવા માટે જણાવી દીધું છે. આઇપીએલમાં સામેલ આઠ ટીમોએ રિલીઝ કરેલા ખેલાડીઓમાંથી બંને ટીમો ૩-૩ ખેલાડીઓની પસંદગી કરી શકશે. જેમાં બે ભારતીય એક વિદેશી ખેલાડી રહી શકે. આ માટે તેમને ૨૫ ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. આ પછી બાકીના ખેલાડીઓ હરાજીમાં મુકાશે. જેમાં અન્ય આઠ ફ્રેન્ચાઈઝી સાથે નવી બે ફ્રેન્ચાઈઝી પણ હરાજીમાં બોલી લગાવીને તેમને આપવામાં આવેલા પર્સમાંથી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી શકશે.આઇપીએલમાં આઠ ફ્રેન્ચાઈઝીએ રિટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર થઈ ગયા છે. કિંગ્સ ઈલેવન પંજાબે અગ્રવાલ અને અર્ષદીપને રિટેન કર્યા હતા. જ્યારે કેપ્ટન કે.એલ. રાહુલને રિટેન કર્યો નહતો. જે હવે પહેલા નવી ટીમોને પસંદગી માટેના લિસ્ટમાં સામેલ થશે અને જાે તે તેમાં સિલેક્ટ નહીં થાય તો મેગા હરાજીમાં મુકાશે. ક્રિકેટ વર્તુળોમાં અટકળો ચાલી રહી છે કે, લખનઉની નવી ટીમે રાહુલને કેપ્ટન તરીકે ટીમમાં સામેલ કરવાની ખાતરી આપી હોવાથી તે પંજાબમાં રિટેન થવા તૈયાર થયો નહતો. હવે પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયાએ કહ્યું કે, જાે નવી ટીમોએ રાહુલનો સંપર્ક સાધ્યો હોય તો બીસીસીઆઇની ગાઈડલાઈન્સનો ભંગ જ કહેવાય. પંજાબ કિંગ્સે વર્ષ ૨૦૨૦ની સિઝન પહેલા જ અશ્વિનના સ્થાને રાહુલને કેપ્ટન બનાવ્યો હતો. પંજાબની ટીમના માલિક નેસ વાડિયાએ કહ્યું કે, અમે તો રાહુલને રિટેન કરવા ઈચ્છતા હતા. જાેકે તેણે જ સામે ચાલીને રિટેન ન થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાે અન્ય ફ્રેન્ચાઈઝીઓએ અગાઉથી તેનો સંપર્ક સાધ્યો હોય તો તે અનૈતિક કહેવાય. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૦માં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાને રિલીઝ કર્યો નહતો અને તેણે અન્ય ફ્રેન્ચાઈઝી સાથે વાટાઘાટો શરૃ કરી દીધી હતી. જે પછી તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો.

Rahul.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *