Delhi

વડાપ્રધાન મોદી ફરી લોકપ્રિયતનાની યાદીમાં બાજી મારી ગયા

નવીદિલ્હી
મોસ્ટ એડમાર્ડ મેનની યાદીમાં ભારતીયો અવ્વલ રહ્યા. પીએમ મોદી ઉપરાંત સચિન તેંડુલકર ૧૨મા, શાહરૂખ ખાન ૧૪મા, અમિતાભ બચ્ચન ૧૫મા અને વિરાટ કોહલી ૧૮મા ક્રમે છે. આ યાદીમાં ભારત અને અમેરિકાના ૫-૫ લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું. ચીનના ચાર, આર્જેન્ટીનાના બે, રશિયા-પોર્ટુગલ-પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાંથી એક-એક. ખાસ વાત એ છે કે આ યાદીમાં જાે બાયડનને ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પથી નીચે સ્થાન મળ્યું છે. ઈમરાન ખાન ૧૭મા અને ટ્રમ્પ ૧૩મા નંબર પર છે. જ્યારે જાે બાયડન ૨૦મા સ્થાને છે.કંપનીએ સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓની યાદી પણ બહાર પાડી છે. ખાસ વાત એ છે કે બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા આમાં પ્રથમ સ્થાને છે. ૨૦ મહિલાઓની યાદીમાં ત્રણ ભારતીયો છે. તેમાં બે અભિનેત્રીઓ (પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય બચ્ચન) છે જ્યારે એક સામાજિક કાર્યકર અને લેખિકા (સુધા મૂર્તિ). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાછળ છોડી દીધા છે. યુકે માર્કેટ રિસર્ચ કંપનીએ વર્ષ ૨૦૨૧ માટે મોસ્ટ એડમાર્ડ મેન (સૌથી વધુ પસંદ કરાયેલા પુરુષો) ની યાદી બહાર પાડી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૮મું સ્થાન મળ્યું છે. વ્લાદિમીર પુતિન ૯મા અને જાે બાયડન ૨૦માં ક્રમે છે. જાે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મોદી ચાર સ્થાન નીચે આવ્યા છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા આ યાદીમાં ટોચ પર છે એટલે કે નંબર ૧ પર છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સ બીજા સ્થાને છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા સ્થાને છે. ખાસ વાત એ છે કે ઓબામા સતત બીજા વર્ષે આ યાદીમાં ટોચના સ્થાને રહ્યા. કંપનીએ લોકપ્રિયતાના આંકડા એકત્ર કરવા માટે ૩૮ દેશોમાં ૪૨ હજાર લોકોનો સર્વે કર્યો હતો. પહેલા સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે – તમે હાલમાં રહેતા લોકોમાં કોની સૌથી વધુ પ્રશંસા કરો છો? આ રીતે ૨૦ પુરૂષો અને ૨૦ મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ સૌ પ્રથમ કરવામાં આવ્યું હતું. બીજા સર્વેમાં આ યાદીના ૨૦ નામો સામે મૂકીને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રથમ – તમે કોની પ્રશંસા કરો છો? અહીં લોકો ઘણા નામ પસંદ કરી શકે છે. એટલે કે તેમની સામે એક કરતાં વધુ નામ પસંદ કરવાનો વિકલ્પ હતો. બીજાે પ્રશ્ન હતો – તમે આમાંથી કોની સૌથી વધુ પ્રશંસા કરો છો? આ પ્રશ્નનો જવાબ આપવા માટે માત્ર એક જ નામ પસંદ કરી શકાય છે.

PM-Modi-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *