નવી દિલ્હી
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૪.૪૭ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૫.૪૯ રૂપિયા થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક બેરલ ક્રૂડનો ભાવ ૮૩.૮૮ ડોલરની આસપાસ ચાલી રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, એચપીસીએલ અને બીપીસીએલ દ્વારા ભાવમાં કરાતો ફેરફાર સવારે ૬ વાગ્યાથી અમલમાં આવે છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૬૪ અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૭.૩૭ રૂપિયા થઇ ગયો છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું છે.


