ન્યુદિલ્હી,
મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં રાજાના ૧૪ દુર્ગુણોને દર્શાવવામાં આવ્યા છે. શાસકોએ આ દુર્ગુણોથી બચવું જાેઇએ. સીજેઆઇએ કહ્યું કે લોકતાંત્રિક પ્રણાલીમાં દરેક શાસકોએ પોતાના નિયમિત કામ શરૂ કરતા પહેલા આત્મ વિશ્લેષણ કરવું જાેઇએ કે તેમનામાં કોઇ ખરાબી તો નથીને. લોકતંત્રમાં યોગ્ય શાસનની જરૂર હોય છે અને તે જનતાની જરૂરિયાતો મુજબનમું હોવું જાેઇએ. પદવીદાન સમારોહને સંબોધીત કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અહીં અનેક બુદ્ધિમાન લોકો છે. અને તે વિશ્વમાં તેમજ દેશભરમાં થઇ રહેલી ઘટનાઓને જાેઇ રહ્યા છે. લોકશાહીમાં જનતા જ સર્વોપરી હોય છે, સરકારે જે પણ ર્નિણયો લીધા હોય તેના ફાયદા જનતાને મળવા જાેઇએ. મારી ઇચ્છા છે કે દેશનું પુરૂ તંત્ર સ્વતંત્ર અને ઇમાનદાર હોય. જેનો હેતુ જનતાની સેવા હોવો જાેઇએ. આધુનિક શિક્ષણ પદ્ધતીનો હેતુ માત્ર ઉપયોગિતાવાદી કાર્યો પર છે. આ પદ્ધતી વિદ્યાર્થીઓને નૈતિક તેમજ આધ્યાત્મિક કાર્યો પ્રત્યે પ્રવૃત્ત નથી કરતી. જેનાથી વિદ્યાર્થીઓના ચરિત્રનું નિર્માણ થાય છે.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ કહ્યું હતું કે શાસકોએ દરરોજ આત્મ નિરીક્ષણ કરવું જાેઇએ કે શું તેમના દ્વારા લેવાયેલા ર્નિણયો સારા છે કે કેમ. તેમણે એ પણ ચકાસવુ જાેઇએ કે તેમનામાં કોઇ દુર્ગુણ તો નથી. આંધ્રપ્રદેશના અનંતપુરમુ જિલ્લાના પુટ્ટુપર્થીમાં એક શૈક્ષણીક સંસૃથાના ૪૦માં પદવીદાન સમારોહમાં બોલતી વેળાએ મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન કર્યું હતું.


