નવીદિલ્હી
સરળ શબ્દોમાં કહીએ તો સેમિકંડક્ટર અબજાે પ્રોડક્ટસ માટે તેમના હૃદય સમાન છે. તે કંટક્ટર અને નૉન-કંડકટર અથવા ઇન્સ્યુલેટર વચ્ચેની કડી હોય છે. તેમાં કરંટ વહન કરવાની ક્ષમતા મેટલ્સ અને સિરામિક્સ જેવા ઇન્સ્યુલેટર્સની સરખામણીમાં કયાંય વધુ હોય છે. સેમિકંડક્ટર ચિપ્સ મુખ્યત્વે સિલિકોનની બનેલી હોય છે.સેમિકંડક્ટરના મામલામાં ભારતને આર્ત્મનિભર બનાવવાથી લાખો નોકરીઓની તકો ઊભી થશે. એવો અંદાજ છે કે સેમિકંડકટરને ડિઝાઇન કરવા માટે લગભગ ૮૫૦૦૦ ટેલેન્ટેડ એન્જિનિયર્સની ફોજ જાેઇશે. તો મોદી સરકાર સેમિકંડક્ટર બનાવવા સંબંધિત તમામ ઉદ્યોગો પણ સ્થાપિત કરશે જેના કારણે વધુ લોકોને રોજગારી મળશે. આ નોકરીઓ નાનાથી લઈને મોટા સ્તરની હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જાે કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે તો તેમાં ફક્ત કર્મચારીઓ જ કામ કરતા નથી પરંતુ તમામ મેનેજર, માર્કેટિંગ અને સેલ્સના લોકો, એચઆરના લોકો, એડમિનિસ્ટ્રેશનના લોકો, સફાઈ કામદારો, સુરક્ષા ગાર્ડ્સ આ બધાની જરૂર પડે છે, જેના કારણે તકો વધી રહી છે. નોકરીઓ વધે છે. એટલું જ નહીં મોદી સરકારના આ પગલાથી ઘણા નવા સ્ટાર્ટઅપ્સ પણ ઉભા થશે.સેમિકંડક્ટરનું કામ તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર આપવાનું છે. તેના દ્વારા તમે ફાસ્ટ કોમ્પ્યુટિંગ, ઓપરેશન કંટ્રોલ, ડેટા પ્રોસેસિંગ, સ્ટોરેજ, ઇનપુટ-આઉટપુટ મેનેજમેન્ટ, સેન્સિંગ, વાયરલેસ કનેક્ટિવિટી કરી શકો છો. એટલે કે તેના વિના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એડવાન્સ વાયરલેસ નેટવર્ક, બ્લોકચેન એપ્લીકેશન, રોબોટ્સ, ડ્રોન, ગેમ્સ, સ્માર્ટવોચ અને ૫જી ટેક્નોલોજીની પણ કલ્પના કરી શકાતી નથી.વાહનો ઉપરાંત સેમિકંડક્ટરનો ઉપયોગ સ્માર્ટફોન, સ્માર્ટવોચ, લેપટોપ, ડેટા સેન્ટર, કોમ્પ્યુટર, ટેબલેટ, એટીએમ, રેફ્રિજરેટર-વોશિંગ મશીન સહિત ઘરમાં ઉપયોગમાં લેવાતી એગ્રીટેક સાધનો જેવી વસ્તુઓમાં થાય છે. એટલે કે સેમિકંક્ટર વિના અનેક સાધનો અટકી જશે.હાલમાં સેમિકંડક્ટરની અછતને કારણે ઓટો કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોરોનાને કારણે ઘણી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી, જેના કારણે સેમિકંડક્ટર્સની અછત હતી. હાલમાં ભારત તમામ પ્રકારના સેમિકંડક્ટરની આયાત કરે છે. આવી સ્થિતિમાં સેમિકંડક્ટર મોંઘા હોય છે પરંતુ જાે તે દેશમાં જ બનાવવામાં આવે છે તો પછી આયાત કરવાની જરૂર પડશે નહીં અને તે સસ્તા પડશે. એટલે કે તેનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુઓની કિંમતમાં થોડો ઘટાડો થઈ શકે છે.મોદી સરકારે સેમિકંડક્ટર્સના મામલે ભારતને આર્ત્મનિભર બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ઁન્ૈં યોજના હેઠળ લગભગ ૭૬ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જે ભારતને સેમિકંડકર્સના મામલે આર્ત્મનિભર બનવામાં મદદ કરશે. મોદી સરકારે એમ પણ કહ્યું છે કે આનાથી ઘણી નોકરીઓનું સર્જન થશે. આ પગલું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે એકબાજુ તે સેમિકંડક્ટર્સના મામલે દેશને આર્ત્મનિભર બનાવશે તો બીજી તરફ રોજગારીની તકો પણ ઉભી કરશે. ઘણા નવા સ્ટાર્ટઅપ્સ પણ રચાશે જેમાંથી દેશને ભવિષ્યમાં કેટલાક વધુ યુનિકોર્ન મળવાની અપેક્ષા છે.


