નવી દિલ્હી
અદાલતમાં ખુદની પાસે કોઇ વિદેશી સંપત્તિ ન હોવાનો દાવો કરનાર રિલાયન્સ્ એડીએજી ગ્રૃપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પ્રતિનિધિઓ પાસે જર્સી, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ અને સાઇપ્રસી જેવી જગ્યા્એ ઓછામાં ઓછી ૧૮ વિદેશી કંપનીઓ છે. એક કોર્ટને અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની આવક શુન્યએ છે તે વધીને આ કંપનીઓની માહિતી છુપાવાઇ હતી. કોર્ટે અનિલ અંબાણીને આદેશ આપ્યોે હતો કે તેઓ બેંકોને ૭૧૬ મિલીયન ડોલરની રકમ ચુકવે પણ તેમણે આવુ ન કર્યુ અને કહ્યું હતું કે મારી પાસે ન તો વિદેશમાં સંપતિ છે કે ન કોઇ કયાંથી ફાયદો થાય છે પણ હવે ખુલાસો થયો છે કે તેમની પાસે ૧૮ વિદેશી કંપનીઓ છે જેની સ્થાયપના ૨૦૦૭ થી ૨૦૧૦ વચ્ચે થઇ છે અને આમાંથી ૭ કંપનીઓએ ઓછામાં ઓછા ૧.૩ બિલિયન ડોલરનું નિવેશ અને રૂણ પ્રાપ્તચ કયુ હતું. અનિલ અંબાણીના નામે ૩ કંપની છે.
