Delhi

અમને હટાવ્યા તો સરકારી ઓફિસમાં અનાજ વેચીશું ઃ ટિકૈત

નવી દિલ્હી
ખેડૂતોને જાે બોર્ડર પરથી બળજબરથી હટાવવાની કોશિશ કરવામાં આવી તો દેશભરની સરકારી કચેરીઓને ખેડૂતો શાકભાજી વેચવાની મંડી બનાવી દેશે. આ પહેલા પણ ટિકૈતે સરકારને ચેતવણી આપી હતી કે, સરકાર પોતાની જીદ છોડી દે નહીંતર ટકરાવ વધારે તેજ થશે.સરકાર જ્યાં સુધી નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.દિલ્હી બોર્ડર ખાલી થઈ નથી.આ આંદોલન ખેડૂતોની રોજી રોટી અને ખેતી બચાવવા માટે છે.સરકાર ખેડૂતોની જમીનો મોટી કંપનીઓને પધરાવી દેવા માંગે છે. સાથે સાથે તેમણે સરકારને અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ કે, સરકાર પાસે ૨૬ નવેમ્બર સુધીનો સમય છે.જાે ત્યાં સુધીમાં સરકાર સમાધાન નહીં શોધે તો નવી રણનીતિનુ એલાન ખેડૂતો કરશે. ઉલ્લેખનીય છે કે, ગાઝીપુર બોર્ડર પરનો રસ્તો ખોલવા પોલીસે બેરિકેડ હટાવી દીધા બાદ ખેડૂતોએ પણ પોતાના ટેન્ટ હટાવી દીધા છે.ભારતીય કિસાન યુનિયનના નેતા અને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે ફરી એક વખત કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી છે. ટિકૈતે કહ્યુ છે કે, અમને ખબર પડી છે કે, સરકાર જેસીબી વડે અમારા ટેન્ટ ઉખાડી કાઢવા માંગે છે.જાે એવુ થયુ તો અમે પોલીસ સ્ટેશન અને કલેક્ટર ઓફિસમાં અમારા ટેન્ટ લગાવીશું.

Rakesh-Tikait-01.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *