ન્યુદિલ્હી
આ સ્કેચને જાેઈને આર્ટવર્ક નિષ્ણાત હેરાન થઈ ગયા. તેમનું કહેવું હતું કે આટલા ઓછા ભાવમાં કેવી રીતે આ સ્કેચ આ વ્યક્તિના હાથમાં લાગ્યો અને તેને વેચનારાઓ પણ તેનાથી અજાણ રહ્યા. આ પહેલા આ સ્કેચને મેસેચ્યુસેટ્સમાં ૨૦૧૬માં દિવંગત વાસ્તુકાર જાેન પોલ કાર્લહિયનના કુટુંબે વેચ્યો હતો. એક કલા સંગ્રહકારે જણાવ્યું હતું કે આ એક અવિશ્વસનીય ક્ષણ હતી જ્યારે મેં આલ્બ્રેક્ટ ડયુરરની કલાકૃતિ જાેઈ. તે એક ઉત્કૃષ્ટ કલાકૃતિ હતી. ડયુરર યુરોપમાં પુર્નજાગૃતિકાળના આંદોલનના સમયના જર્મન ચિત્રકાર છે. તેમણે પોતાની ઉચ્ચસ્તરની વુડકટ પ્રિન્ટના લીધે સમગ્ર યુરોપમાં પોતાની પ્રતિષ્ઠા અને પ્રભાવ પાથર્યો હતો. તે લિયોનાર્ડો દા વિન્ચી સહીત પોતાના સમયના અગ્રણી ઇટાલિયન કલાકારોના સંપર્કમાં હતા.એક અમેરિકન ફક્ત ૨,૧૦૦ રૂપિયામાં આર્ટવર્ક ખરીદીને ઘરે લાવ્યો. હવે તેને આ આર્ટવર્કની કિંમતની ખબર પડી તો તે ચોંકી ઉઠયો. તે વ્યક્તિ એક જ ઝાટકામાં અબજપતિ થઈ ગયો. વાસ્તવમાં આ સ્કેચ તેની ખરીદકિંમતથી અનેકગણો અમૂલ્ય હતો. ૨,૧૦૦માં ખરીદેલા અજાેડ આર્ટવર્કનું મૂલ્ય હતું ૩૬૮ કરોડ. આ વ્યક્તિનું નામ હાલમાં ખાનગી રાખવામાં આવ્યું છે. તે મેસેચ્યુસેટ્સનો રહેવાસી છે. આ વ્યક્તિએ તાજેતરમાં એક આર્ટવર્ક સેલમાં મા-સંતાનની તસ્વીર સાથેનો સ્કેચ ખરીદ્યો હતો. આ સ્કેચ તેને મશહૂર આર્ટવર્કની રેપ્લિકા લાગ્યો હોવાથી તે ૨,૧૦૦માં ખરીદી લાવ્યો. તેમે પોતાને ખબર ન હતી કે તેણે જે આર્ટવર્કને રેપ્લિકા સમજીને ખરીદ્યુ હતું તે વાસ્તવમાં ઓરિજિનલ હતું અને સદીઓ જૂનું હતું. વાસ્તવમાં પીળા રંગના લેનિન કપડા પર બનેલો સ્કેચ ૧૫મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તેને વિશ્વના સુપ્રસિદ્ધ મોનોગ્રામ આલ્બ્રેક્ટ ડયુરરે બનાવ્યો હતો. એક માન્યતા મુજબ રેનેસા કાળ દરમિયાન જર્મન કલાકારનું ઓરિજિનલ આર્ટવર્ક છે, જેને અમેરિકને ફક્ત ૨,૧૦૦ રુપિયામાં ખરીદ્યું છે. આ આર્ટવર્કને સ્ટડી કર્યા પછી તેની કિંમત ૩૬૮ કરોડ રુપિયા આંકવામાં આવી.
