નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધ મહિલાનું પર્સ છીનવીને ભાગી રહ્યો છે, પરંતુ ત્યાં હાજર એક વ્યક્તિ દોડીને આ ચોરને પકડી લે છે અને બાદમાં આ વ્યક્તિ ચોરને બરોબરનો પાઠ ભણાવતો જાેવા મળે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ઓહાયો શહેરની છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા શોપિંગ માટે દુકાનમાં જતી જાેવા મળે છે, આ દરમિયાન એક ચોર તેનું પર્સ આંચકીને ભાગી જાય છે.આ જાેઈને ત્યાં હાજર એક વ્યક્તિ સમય પસાર કર્યા વિના ચોરનો પીછો કરે છે અને તેને પકડી લે છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ હતી. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ વ્યક્તિએ ચોરને બરાબરનો પાઠ ભણાવ્યો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિ ખરેખર પ્રશંશાને પાત્ર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ ચોરને પકડનાર વ્યક્તિની પ્રશંશા કરતા જાેવા મળી રહ્યા છે.સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જાેવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જાેઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.આજકાલ સ્નેચિંગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.અવાર નવાર રસ્તા પર આ પ્રકારના દ્રશ્યો જાેવા મળતા હોય છે.ઘણી વખત લોકો તમાશો જાેતા જાેવા મળે છે.જ્યારે કેટલાક લોકો એવા હોય છે,જે હિંમતથીઆ ચોરને સબક આપતા જાેવા મળે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જાેવા મળે છે.