Delhi

અમેરિકામાં ૫થી ૧૧ વર્ષના બાળકમાં જલ્દી વેક્સિનેશન થશ

નવી દિલ્હી
અમેરિકામાં પાંચથી ૧૧ વર્ષની વયના બાળકોની સંખ્યા લગભગ ૨.૮ કરોડ છે. બાઇડન વહીવટીતંત્રે પહેલાથી જ તેમના માટે પૂરતી માત્રામાં રસીના ડોઝ ખરીદી લીધા છે. બાળકોની રસીને અલગ ઓળખ માટે રસીની બોટલનું ઓરેન્જ ઢાંકણું રાખ્યું છે.કોરોના સામેનું હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને બાળકોની રસીનું કામ પણ પુરજાેશમાં ચાલી રહ્યું છે. અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની કોરોના રસી ૫ થી ૧૧ વર્ષની વયના બાળકોમાં સલામત અને લગભગ ૯૧ ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરના અભ્યાસના આ આંકડા એવા સમયે બહાર પાડવામાં આવ્યા છે જ્યારે અમેરિકા આ વય જૂથના બાળકોને રસી આપવાનું શરૂ કરવાનું વિચારી રહ્યું છે. જાે આ વેક્સિન નિયમનકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો બાળકોનું રસીકરણ નવેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક બાળકો ક્રિસમસ સુધીમાં ફૂલી વેક્સીનેટેડ પણ થઈ શકે છે. ફાઈઝરએ ૨,૨૬૮ બાળકો પર આ અભ્યાસ કર્યો હતો. તેમને રસીના બે હળવા ડોઝ અથવા પ્લેસબો ત્રણ અઠવાડિયાના અંતરાલ પર આપવામાં આવ્યા હતા. રસીની હલકો ડોઝ ૯૧ ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલા ફાઇઝરના અભ્યાસની વિગતો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (હ્લડ્ઢછ) પણ રસીની સલામતી અને અસરકારકતા અંગે ટૂંક સમયમાં તેની સમીક્ષા ઓનલાઈન પોસ્ટ કરશે. હ્લડ્ઢછ ના નિષ્ણાતો આગામી સપ્તાહે આ વિષય પર ખુલ્લી ચર્ચા કરશે. જાે એજન્સીની મંજૂરી મળે તો રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (ઝ્રડ્ઢઝ્ર) કોને રસી આપવી તે અંગે અંતિમ ર્નિણય લેશે. હાલમાં, ઁકૈડીનિી વેક્સિન ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે. જાે કે, બાળકોના ડોક્ટર અને માતાપિતા બાળકો માટે રસીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, કારણ કે તેઓ તેમના બાળકોને શાળામાં મોકલતા પહેલા સંક્રમક ડેલ્ટા વેરિઅન્ટથી બચાવવા માંગે છે. અત્યાર સુધી, ૨૫,૦૦૦ થી વધુ બાળરોગ અને બાળકોના આરોગ્ય સંભાળ કામદારોએ રસીકરણને ટેકો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *