Delhi

અમેરીકી સંસદમાં બિલ રજુ કરતા પાકિસ્તાનમાં હકડંપ આવ્યો

નવી દીલ્હી
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ૨૨ સાંસદોએ અમરિકી સેનેટમાં એક બિલ રજુ કર્યું છે. આર્થિક અને સૈન્ય રીતે શક્તિશાળી અમેરિકા અને નાટોએ ૨૦ વર્ષ અફઘાનિસ્તાનમાં રહેવા છતાં કોઈ પણ સ્થિર શાસન માળકા વગર અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનની આ નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ લડાઈ અમારી ક્યારેય નહતી. અમારા ૮૦ હજાર લોકોને નુકસાન પહોંચ્યું. અમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું. અમારે અમારા તથાકથિત મિત્ર અમેરિકા દ્વારા ૪૫૦ ડ્રોન હુમલા ઝેલવા પડ્યા. તેમણે અન્ય એક ટ્‌વીટમાં લખ્યું કે હવે બસ બહુ થઈ ગયું. પાકિસ્તાનને ટાર્ગેટ કરવાની જગ્યાએ હાલનો સમય તે તાકાતોએ પોતાની નિષ્પળતાઓને લઈને મંથન કરવાનો છે જે અફઘાનિસ્તાનમાં હાજર હતી. કારણ કે પાકિસ્તાને ખુબ મોટી કિંમત ચૂકવી છે. પાકિસ્તાનમાં જીવ ગયા છે. સોશિયલ, ઈકોનોમિક અને રેફ્યૂઝી સ્તરે નુકસાન ઝેલવું પડ્યું છે. અમે સતત શોષણ ઝેલ્યું છે. એક એવા યુદ્ધ માટે કે જે ક્યારેય અમારું નહતું. જેને લઈને પાકિસ્તાનમાં ખુબ હોબાળો મચ્યો છે. આ બિલમાં અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી ચૂકેલા તાલિબાન અને તેના સહયોગી દેશો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી છે. આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈડ એન્ડ એકાઉન્ટિબ્લિટી એક્ટ છે. આ પ્રસ્તાવિત બિલમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કોઈ પણ દેશની સરકાર જાે તાલિબાનને મદદ કરતી હોય કે તેને સમર્થન આપતી હોય તો અમેરિકા તે સરકારને રિવ્યૂ કરીને તેના પર સંભવિત પ્રતિબંધ પણ લગાવે. આ બિલની એક જાેગવાઈમાં તાલિબાન માટે સમર્થન પ્રદાન કરનારી સંસ્થાઓમાં પાકિસ્તાનનનું નામ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આ બિલને લઈને પાકિસ્તાની સાંસદોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરીન મજારીનું કહેવું છે કે અમેરિકાનો સાથે આપવાના કારણે પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સહયોગી બનીને સાથ આપવા છતાં પાકિસ્તાને હવે તેની સજા ભોગવવી પડશે. મજારીએ એક પછી એક ટ્‌વીટ કરીને આ વાત કરી. શીરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તેના સહયોગીઓની નિષ્ફળતા માટે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની ટ્‌વીટમાં લખ્યું કે તો એકવાર ફરીથી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપવાના કારમે મોટી કિંમત ચૂકવવી પડશે કારણ કે અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડતા અને અમરિકાની અફઘાનિસ્તાનમાં વાપસી બાદ અમેરિકાની સેનેટમાં એક બિલ રજુ કરવામાં આવ્યું છે. જેમાં તાલિબાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *