નવી દિલ્હી
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે પણ આ આરોપો બાદ ટિ્વટ કર્યુ છે કે, સત્ય મેવ જયતે, સત્ય જ જીતશે. ઉલ્લેખનીય છે કે, કિરણ ગોસાવીના બોડીગાર્ડે કહ્યુ છે કે, પ્રભાકરનુ કહેવુ છે કે, મને અને ગોસાવીને કોરા પંચનામા પર સહી કરવા મજબૂર કરાયો હતો.ગ્રુઝ પરથી ડ્રગ્સ મળી હતી કે કેમ તે મને ખબર નથી.આ જ કોરુ પંચનામુ આર્યન ખાનના કેસમાં ઉપયોગમાં લેવામાં આવ્યુ હતુ. પ્રભાકરે આક્ષેપ કર્યો છે કે, ડ્રગ્સ રેડનુ સેટલમેન્ટ ૧૮ કરોડ રુપિયામાં થવાનુ હતુ અને તેમાંથી ૮ કરોડ રુપિયા સમીર વાનખેડેને મળવાના હતા.ગોસાવી કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને આ દરમિયાનમાં મેં આ વાત સાંભળી હતી.આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબી પર નવેસરથી આરોપ લાગ્યા છે.આ સમગ્ર મામલામાં ૧૮ કરોડ રુપિયાની ડીલ થઈ હોવાનુ આ કેસના સાક્ષી કિરણ ગોસાવીના બોડીગાર્ડ અને આ કેસમાં પંચ બનેલા પ્રભાકરનુ કહેવુ છે. એ પછી હવે આ મામલે રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે.મહારાષ્ટ્રની સરકારમાં ભાગીદાર શિવસેના અને એનસીપીએ હવે ફરી વખત મોરચો ખોલ્યો છે.૧૮ કરોડની ડીલના આરોપો બાદ હવે શિવસેના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ છે કે, એનસીબી દ્વારા સાક્ષી પાસે કોરા કાગળ પર સહીઓ કરાવી લેવાનો આક્ષેપ ચોંકાવનારો છે.એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, કરોડો રુપિયાની માંગણી કરાઈ હતી.મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પહેલા જ કહી ચુકયા છે કે, આ કેસ મહારાષ્ટ્રની ઈમેજ ખરાબ કરવા માટે ઉભો કરાયો છે.આ સાચુ પડી રહ્યુ છે.કરોડોની ડીલ અને કોરા કાગળ પર સાક્ષીઓની સહી કરાવી લેવાના આરોપની મહારાષ્ટ્ર પોલીસે તપાસ કરવી જાેઈએ.