નવી દિલ્હી
ભારતીય મૂળની કંપની પીસીએફએસની સ્થાપના ૧૯૯૫માં ભારતીય રહેવાસીએ કરી હતી અને તેને ૨૦૦૨માં એનબીએફસી લાઇસન્સ મળ્યુ હતુ. રિઝર્વ બેન્કની ૨૦૧૮માં મંજૂરી પછી તેની માલિકી ચાઇનીઝ માલિકીની કંપની પાસે ગઈ હતી. ઇડીનો આરોપ છે કે પીસીએફએસે ભારતની બહાર ગેરકાયદેસર રીતે જંગી નાણા ટ્રાન્સફર કર્યા છે. તેમા અસ્તિત્વ ધરાવતા ન હોય તેવા સોફ્ટવેરની આયાત કરી હોવાનું દર્શાવીને અને માર્કેટિંગ સર્વિસિસ પૂરા પાડતા હોવાનું દર્શાવીન વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કર્યુ છે અને આ ભંડોળને સંલગ્ન વિદેશી કંપનીઓના ખાતામાં રાખવામાં આવ્યુ છે. આ રીતે તેણે ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમ્સ)નો ભંગ કર્યો છે. રિઝર્વ બેન્કે આ ભંગ અંગે જણાવ્યું છે. તેથી ઇડીએ તેના વિવિધ બેન્ક અને પેમેન્ટ ગેટવેમાં ૧૩૧.૧૧ કરોડનું ભંડોળ જપ્ત કર્યુ છે. તેણે આ જ એનબીએફસી પાસેથી ઓગસ્ટમાં ૧૦૬.૯૩ કરોડ જપ્ત કર્યા હતા.એન્ફાર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ચાઇનીઝની માલિકીની એનબીએફસી પાસેથી ૧૩૧ કરોડના ભંડોળને જપ્ત કર્યુ છે. તેમા ફોરીન એક્સ્ચેન્જના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) પીસી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને તેનો કારોબાર મોબાઇલ એપ્લિકેશન કેશબીન દ્વારા ઇન્સ્ટન્ટ પર્સનલ માઇક્રો લોન્સ પૂરી પાડે છે. તેમા વિદેશી નાણાના શંકાસ્પદ રોકાણની સંભાવના છે. આ કેસ ઇડીના રાડારા પર ત્યારે ાવ્યો જ્યારે ઘણી બધી એનબીએફસી અને ફિનટેક કંપનીઓ મોબાઇલ એપ્સ દ્વારા ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પૂરી પાડે છે. આ લોન અત્યંત ઊંચા દરે પૂરી પાડવામાં આવે છે અને ગ્રાહકના ડેટાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને અને કોલ સેન્ટરો દ્વારા તેને ધમકી આપીને તેની પાસેથી નાણા પડાવે છે. આ પ્રકારના એપ્સની ગેરકાયદેસરતા અને બિનઅધિકૃતતા અંગે ગયા વર્ષે કેટલાય રાજ્યોમાં રિપોર્ટિંગ થયું હતું. કોરોનાના લીધે કેટલાય લોકોએ આ રીતે ઊંચા વ્યાજે લોન લીધા પછી આ શંકાસ્પદ કંપનીઓની ધમકી અને ગુંડાગીરીનો સામનો કરવો પડયો હતો. પીસીએફએસ મેક્સિકોની એસએ ડી સીવી ઓપ્લે ડિજિટલ સર્વિસિસની પૂર્ણ માલિકીની પેટા કંપની છે, જેનું સંચાલન હોંગકોંગની ટેનસ્પોટ પેસા લિમિટેડની ડબલ્યુઓએસ દ્વારા થાય છે. તેની માલિકી કેમેન ટાપુ સ્થિત ઓપેરા લિમિટેડ અને વિઝડમ કનેક્શન આઇ હોલ્ડિંગની છે, જેની માલિકી ચાઇનીઝ રહેવાસી ઝાઉ યાન્હુાઈની છે.