Delhi

ઇપીએફમાં જમા રકમ પર ૮.૫ ટકા વ્યાજ મંજૂર

નવી દિલ્હી
વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઇપીએફ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવવાના ર્નિણયને નાણા મંત્રાલયે મંજૂરી આપી છે અને હવે ૮.૫ ટકા વ્યાજની રકમ ઇપીએફ ખાતાધારકોના ખાાતામાં જમા કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચમામ ઇપીએફઓએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇપીએફમાં જમા થયેલી રકમ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવ્યુમ હતું. જે છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો વ્યાજ દર હતો.તેની પહેલા વર્ષ ૨૦૧૮-૧૯માં ૮.૬૫ ટકા વ્યાજ ચુકવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૬૫ ટકા, ૨૦૧૭-૧૮માં ૮.૫૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા વ્યાજ ચુકવવામાં આવ્યું હતું. ૨૦૧૩-૧૪માં ૮.૭૫ ટકા, ૨૦૧૪-૧૫માં ૮.૭૫ ટકા અને ૨૦૧૨-૧૩માં ૮.૫ ટકા વ્યાજ ચુકવવામાં આવ્યું હતું. ૨૦૧૧-૨૨માં ૮.૨૫ ટકા વ્યાજ ચુકવવામાં આવ્યું હતું.સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ(ઇપીએફ) પર ૮.૫ ટકા વ્યાજને મંજૂરી આપી છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. દિવાળી અગાઉ છ કરોડથી વધુ ઇપીએફઓ(એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) ખાતાધારકો માટે સારા સમાચારની જાહેરાત કરવામાં આવી છે. ઇપીએફઓની ઉચ્ચ ર્નિણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(સીબીટી)એ ૨૦૨૦-૨૧માં ઇપીએફમાં જમા રકમ ૮.૫ ટકા વ્યાજ ચુકવવાનો ર્નિણય માર્ચ મહિનામાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીટીનું નેતૃત્ત્વ શ્રમ પ્રધાન કરે છે.

EPFO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *