કોંગ્રેસમાં ૨૩ ધૂરંધરોએ સીડબલ્યુસી બોલાવવા માટેનો પત્ર લખ્યા બાદ નેતાગણે કોઈ ર્નિણય ન કર્યો અને પત્ર લખનારાઓને હાસિયામાં મૂકી દીધા… પરંતુ કોંગ્રેસ એ બાબત ભૂલી ગઈ હતી કે ઘરડા લોકોજ ગાડા વાળી શકે- કોહીનૂર હીરો પોતાની ચમક નથી ગુમાવતો અને ગમે ત્યારે સંગ્રહ કરેલ હીરો બહાર કાઢે એટલે તેની ચમકનો અનુભવ થાય છે. કોંગ્રેસમાં હવે એ સ્થિતિ પેદા થઈ છે કે ષ્ઠુષ્ઠ ની બેઠક બોલાવી જ પડે કારણ દેશભરમાં કોંગ્રેસની હાલત કફોડી બનતી જઈ રહી છે. તો કોંગ્રેસમા છેલ્લા કેટલાક સમયથી જે તે ર્નિણય લેવામાં આવી રહ્યા છે તે ર્નિણયો કોણ કરે છે તે બાબતે કોંગ્રેસ કાર્યકરો સહીત નેતાગણ આશ્ચર્યમાં છે. કારણ કે જીઓને લોકસભામાં નેતા પદની જવાબદારી લેવાથી દૂર ભાગે… તો રાષ્ટ્રીય નેતા તરીકેનુ જે તે રાજ્યોની લેટેસ્ટ સ્થિતી બાબતે નોલેજ હોવું જાેઈએ તેનો અભાવ છે….! અને આ કારણે પંજાબમાં લીધેલો ર્નિણય કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગયો છે. આજે પણ પંજાબ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ છે અને આવનાર ચૂંટણી કોંગ્રેસ માટે જાેખમી સ્થિતી ઉભી કરી દીધી છે.ગુજરાત રાજ્ય કે જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તથા વિધાનસભા વિપક્ષ નેતા વગેરેએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા તેને આઠ મહિના ઉપરાંત સમય થઈ ગયો પરંતુ કોંગ્રેસ મોવડીમંડળ ગુજરાત કોંગ્રેસમાં ખાલી પડેલ પદ પર કોઈ નિયુક્તિ કરી શકી નથી જેના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખૂબ મોટો ફટકો પડ્યો છે. ત્યારે કોંગ્રેસે હવે પગ દંડો મજબૂત કરવા યુધ્ધના ધોરણે દરેક પગલા લેવા પડશે.નહી તો ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે… ત્યારે તેમાં ધોવાણ થઈ શકે તેવી શક્યતા વધુ છે…..!
કોંગ્રેસમાં ર્નિણય લેતા નેતાગણને દેશના જે તે રાજ્યની રાજકીય સ્થિતિનો અનુભવ હોવો જરૂરી છે અને તે સાથે તેનો સતત અભ્યાસ કરતા રહેવું પડે છે અને તેનાથી મોવડીઓ દૂર છે…..! પક્ષના અનુભવી ૨૩ ધૂરંધરોને સાઈડ લાઈન કરી દીધા તેમની સલાહની પણ જરૂર હતી અને જરૂરી છે પરંતુ તેઓને પૂછવામાં આવતુ નથી. ઇન્દિરા ગાંધી નીતિનો અમલ કરતાં પહેલાં મોદીજીની જેમ પક્ષ પર પુરતી પકડ સાથે કોઈ પડકાર ફેંકનાર કે વિભીષણ ઊંચા ન થાય તેવી ધાક હોવી જાેઈએ જેનો નેતાગણ માં અભાવ છે. રાષ્ટ્રીય સ્તરે દેશના વિપક્ષોને એક જૂટ કરવા મમતાએ પીકેની ટીમને દોડતી કરી દીધી છે અને જે તે રાજ્યમાં ટીએમસીનો દબદબો વધે તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે અને આ માટે મોટાભાગે કોંગ્રેસના જેતે ગણાતા મોટા માથાઓ તેમની સાથે જાેડાઈ રહ્યા છે….મતલબ કોંગ્રેસના જૂના જાેગીઓ તથા કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે.એટલે હવે કોંગ્રેસમા મોવડીઓએ મનોમંથન કરવું જરૂરી બન્યું છે. પંજાબમાં લીધેલા ર્નિણય બાબતે વિચારવું અતિ જરૂરી છે. પંજાબમાં કરેલા ફેરફાર બાદ અન્ય રાજ્યો માટે સો વાર વિચાર કર્યા બાદ ર્નિણય લેવાય તે કોંગ્રેસ માટે વધુ સારું છે. તો ગુજરાત કોંગ્રેસમાં જે સડો પેસી ગયેલો છે તે દૂર કરવા ધડ મૂળથી ફેરફાર કરવા જરૂરી છે. અને તે પણ વહેલી તકે… કારણ ચૂંટણી દૂર નથી…..! ?