નવીદિલ્હી
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં કાશ્મીર મુદ્દે કંઇ કહેવાયું નથી. આ મામલા વિશે જાણકાર લોકોના અનુસાર સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રકારના પ્રસ્તાવ છેલ્લા એક દાયકાથી અપનાવાયેલો છે. મૂળ રૂપે તે પેલેસ્ટાઇન માટે અપનાવાયો છે. અને કાશ્મીર માટે આવો કોઇ પ્રસ્તાવ તૈયાર કરાયો નથી. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ શુક્રવારે પાકિસ્તાન પ્રાયોજિત એક પ્રસ્તાવને સર્વસહમતિથી સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ સ્પષ્ટ રૂપે ગુલામી, વિદેશી વર્ચસ્વ, અને વિદેશી કબજા હેઠળ આવનારા તમામ લોકોના આર્ત્મનિણયના અધિકારને સમર્થન આપે છે. તેમાં ભારતીય કબજા હેઠળનું કાશ્મીર પણ સામેલ છે.કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર સામે આવ્યુ છે. ઇમરાન ખાન સરકારે ગત શુક્રવારે દાવો કર્યો હતો કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પ્રાયોજિત એક પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વસહમતિ સાથે અપનાવી લીધો છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ ભારતના કાશ્મીરીઓના આર્ત્મનિણયના અધિકારને સમર્થન આપે છે. હવે પાકિસ્તાનનો આ દાવો પોકળ સાબિત થયો છે. અહેવાલો અનુસાર પ્રસ્તાવમાં કાશ્મીર અથવા કાશ્મીરની સ્થિતિનો કોઇ ઉલ્લેખ નથી.
