Delhi

ઈરાનમાં ૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

નવીદિલ્હી
ઈરાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૦ માપવામાં આવી હતી. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસદ્વારા આપવામાં આવી છે. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. ભૂકંપ ખુઝેસ્તાન પ્રાંતના એન્ડિકા કાઉન્ટી શહેરમાં આવ્યો હતો. ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઈન્ડોનેશિયાના પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. દક્ષિણ સુલાવેસી પ્રાંતના મકાસર શહેર અને સેલેર આઇલેન્ડ જિલ્લામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે સેલેર આઇલેન્ડની એક શાળાને નુકસાન થયું છે. ઇન્ડોનેશિયાના હવામાનશાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન એજન્સીના વડા દ્વિકોરિતા કર્નાવતીએ જણાવ્યું હતું કે ફ્લોરેસ સમુદ્રના ઉત્તરી કિનારા પર રહેતા લોકોએ ભૂકંપ અને સંભવિત સુનામીથી સાવચેત રહેવું જાેઈએ. મૌમેરે પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ ૮૫,૦૦૦ છે. શરૂઆતમાં સુનામીની ચેતવણી જાહેર કર્યા પછી, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર અને બાદમાં ઇન્ડોનેશિયાની હવામાન એજન્સીએ ચેતવણી પાછી ખેંચી લીધી. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં રહેતા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

Earthquake-Detector-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *